________________
૩૮૩
દીધો નહિ. ધર્માનંદ તે પાછો ઉંઘી ગયું અને ગુરૂ જાગરણ કરતા આખી રાત બેસી રહ્યા, જ્યારે ધર્માનંદે બે પ્રહર નિદ્રા લીધી. પ્રભાતે જ્યારે ધર્માનંદે જાણ્યું કે ધર્મરતિની શુશ્રષા માટે ગુરૂએ આખી રાત જાગરણ કર્યું છે અને પોતે બે પ્રહર નિદ્રા લઈને નિત્યક્રમને મોટો ભંગ કર્યો છે, ત્યારે તેને આપોઆપ સમજાયું કે પોતે પ્રમાદસેવનમાં જ એક ડગલું ભર્યું હતું. તે ગળગળો થઈને ગુરૂના ચરણમાં પડ્યો અને બોલ્યો: “ગુરૂદેવ ! મારા અવિનય અને પ્રમાદની મને ક્ષમા કરો અને પ્રાયશ્ચિત્ત આપો !”
[ સાધુ આત્મહિતને સાધક મટીને કામનાને સાધક બને નહિ તેટલા માટે ગ્રંથકાર એક લેકમાં તેને પ્રબંધ આપીને આ દિનચર્યા પ્રકરણને સમાપ્ત કરે છે.]
મન્નતન્નાહવર્ષના ૨૭૨ . नो कोडा न कुतूहलं जनमनःप्रहलादनायोचितं । नो मन्त्रादिविभूतिमोहजननं नोच्चाटनापादनम् ॥ नोत्पातादिनिमित्तशास्त्रकथनं नो मोहनं मारणं । किन्त्वात्मोन्नतये विधातुमुचितं स्वाध्याययुक्तं तपः॥
મંત્રતંત્રાદિમાં સમય ન ગુમાવવો. ભાવાર્થ–સ્વાધ્યાયાદિ આત્મિક કાર્ય મૂકીને ત્યાગીઓએ ક્રીડાગમ્મત કે લોકોને રંજન કરવા માટે કુતૂહલ ન કરવું જોઈએ; તેમ જ મંત્રતંત્રાદિની વિભૂતિ દર્શાવી લેકેને મેહમાં ન પાડવા, ઉચ્ચાટનાદિ પ્રયોગ ન કરવા, ઉત્પાતાદિ નિમિત્ત શાસ્ત્રનો પ્રકાશ ન કરે, મોહન કે મારણ વિદ્યા ન સાધવી; કેવળ આત્માની ઉન્નતિને માટે સ્વાધ્યાય, ધ્યાન, તપાદિનું જ અનુદાન ત્યાગીઓએ કરવું ઉચિત છે. (૧૭૨).
વિવેચન-સંસારનો ત્યાગ આત્મહિત અર્થે છે. આત્મહિતની સાધનામાં સંસારનાં કર્મો બાધક થઈ પડતાં હોવાથી તેને ત્યાગ કરવામાં આવે છે; પરન્તુ એ ત્યાગથી જે કાંઈ સ્વલ્પ સિદ્ધિ પ્રાપ્ત થાય છે તેથી