________________
શંકા-સત્યથી વિરૂદ્ધ એ તે અસત્ય છે જ, પરંતુ પરાઈ સત્ય વાતને પ્રકાશવી તેમાં અસત્યવાદ કેવી રીતે આવી શકે ?
સમાધાને–“સત્ય” શબ્દને શાસ્ત્રીય અર્થ સદ્દો ફિક્ત સત્યમ્ અર્થાત જે સજ્જનને હિતકારક હોય તે સત્ય એવો થાય છે, અને તેટલા માટે ન સમરિ મારેત પરીવાર વવ: અર્થાત બીજાને પીડા થાય તેવું વચન સત્ય હોય તો પણ બોલવું નહિ એમ કહેવામાં આવ્યું છે. સત્ય પણ પીડાકારક વચન કેવું અનર્થકારક નીવડે છે તેનું દષ્ટાંત આપવામાં આવે છે.
દૃષ્ટાન્ત–પુણસાર નામને એક વણિક એક વાર પોતાની સ્ત્રીનું આણું વાળવા સસરાને ઘેર ગયો. તેની સ્ત્રી પરપુરૂષાનુરાગી થઈ હોવાથી પતિની સાથે જવાને આનાકાની કરતી હતી, તે પણ પુણ્યસારે હઠ કરીને તેને પિતાની સાથે લીધી. રસ્તામાં પુણ્યસારને તૃષા લાગી તેથી તે પાણું લેવાને એક કૂવાને કાંઠે ગયા. તે કૂવામાંથી પાણી ખેંચતો હતો એવામાં તેની સ્ત્રીએ તેને ધક્કો મારીને કૂવામાં નાંખી દીધે, અને પોતે પાછી પિતાને ઘેર આવી. પિતાએ તુરતમાં જ પાછા ફરવાનું કારણ પુત્રીને પૂછયું તો તેણે કહ્યું કે “માર્ગમાં મારા પતિને લૂંટારાએ લૂંટી લીધું અને તેને માર્યો હશે કે શું થયું હશે તેની મને ખબર નથી. હું તો નાસીને અહીં આવી છું.” એમ કહીને તે પિયેરમાં રહી વેચ્છાએ વર્તવા લાગી. આ બાજુએ પુણ્યસાર કૂવામાં થોડું પાણી હોવાથી ડૂબે નહિ. તેને કોઈ મુસાફરે એ ખેંચીને બહાર કાઢો. તે પુનઃ શ્વસુરગૃહે ગયે, અને લેકેએ તેને રસ્તામાં બનેલા બનાવની વાત પૂછી ત્યારે તેણે કહ્યું કે “મને ચોએ લૂંટી લીધો પણ જીવતો મૂકો, અને મારી સ્ત્રી અહીં આવતી રહી તે સારું થયું.” એ પ્રમાણે તેણે પોતાની સ્ત્રીનું રહસ્ય છુપાવીને લોકોને વાત કહી, તેથી તેની સ્ત્રીને પિતાના વર્તન માટે પસ્તાવો થયો અને પતિના સાજન્ય પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થયો. પછી સ્ત્રીને લઈને પુણસાર ઘેર આવ્યા. દંપતી હવે પ્રેમપૂર્વક રહેવા લાગ્યાં. તેમને એક પુત્ર પણ થયે. એક વખત પુણસાર ભજન કરતો હતો એવામાં પવનનો વંટાળીયા આવવાથી તેના ભાણામાં રજ પડવા માંડી એટલે