________________
એટલે નિંદાના ભયથી અસત્ય કહેવું તે ઃ આ સર્વ પ્રકારનાં અસત્ય વ્યવહારમાં અનેક રીતે ઉપયોગમાં લેવાય છે. અમુક કન્યા કે અમુક વર સારાં આચરણવાળાં હોવા છતાં તેને ખોટાં આચરણવાળાં કહેવાં, તોફાની ઘોડાને સોજો ઘડે કહી વધારે પૈસા મેળવવા, ક્ષારવાળી ભૂમિને ફળદ્રુપ ભૂમિ કહી તેનું વધારે મૂલ્ય ઉપજાવવા યત્ન કરે, મરણ પામેલા પિતાએ પિતાને
ત્યાં મૂકેલી થાપણ ઓળવવા માટે તેના પુત્રને તે વિષે કાંઈ કહેવું નહિ કિંવા “હું કાંઈ જાણતો નથી” એમ કહેવું, ખોટી સાક્ષી પૂરી સત્યના હિતમાં અન્યાયના નિમિત્તભૂત થવું, સાહસપૂર્વક અપ્રિય વચન બોલવું, કેઈનું રહસ્ય જનસમૂહમાં ઉઘાડું કરી તેને હાનિ નીપજાવવા યત્ન કર, કોઈ પણ વિચારપૂર્વક આળ ચડાવવું, કેાઇની ગુપ્ત વાત ચેષ્ટાથી જાણું લઈને પ્રકાશવી, બનાવટી લેખ કરે ઈત્યાદિ સર્વ અસત્યના જ જૂદા જૂદા પ્રયોગે છે. આ પ્રયોગે પણ પુનઃ મન વચન અને કાયા એ ત્રણે ગવડે થાય છે એટલે અસત્યવાદના અનેક ઉપભેદ પડે છે. આ બધા સંકલ્પ જનિત તીવ્ર અસત્યો છે. તે ઉપરાંત કોઈ વાર હાંસીની ખાતર અસત્ય બોલવા મનુષ્ય પ્રેરાય છે. પૂર્વ સંક૯પ નહિ હોવા છતાં ક્રોધના ઉભરામાં જૂઠ બોલી જવાય છે, રાજાના, અપકીર્તિન, મૃત્યુના ઇત્યાદિ ભયવડે પણ મનુષ્ય અસત્ય બોલવા તૈયાર થાય છે કિંવાકે મોટા લાભના પ્રલોભનથી પણ તે જૂઠું બોલવા લલચાય છે આ બધા પ્રકારનાં અસત્યને સત્ય વ્રતને ગ્રહણ કરનારે ત્યજવાં જોઈએ, એ ઉપદેશ આ લોકમાં સમાવવામાં આવેલો છે. શુક્રનીતિમાં પણ વાચિક પાપ તરીકે એકલા અસત્યવાદને જ નહિ પણ ચાડી, કઠોર ભાષણ ઇત્યાદિને વાચિક પાપ કહેલાં છે :
हिंसास्तेयाभ्यथा कामं पैशन्यं परुषानृते । संभिन्नालापव्यापादमभिध्या दृग्विपर्ययम् ।।
અર્થાતહિંસા, ચોરી તથા અગમ્યગમન એ ત્રણ કાયિક પાપ છે; ચાડી, કઠેર ભાષણ, અસત્ય કથન અને યથેચ્છ લવલવાટ એ ચાર વાચિક પાપ છે; અને પારકા દેહનું ચિંતન, પરધનની ઈચ્છા તથા ધર્મમાં દષ્ટિનો વિપર્યય એ માનસિક પાપ છે.