________________
સ્ત્રીએ આવીને પિતાને વસ્ત્રને છેડે આડે રાખે. તેની આવી પતિસેવા જેઈને પુણ્યસારને તેનું પૂર્વચરિત્ર યાદ આવ્યું અને તે સ્વપ હસ્યો. પુત્ર મે થયો હતો એટલે તેણે એકાંતમાં જઈને પિતાને હાસ્યનું કારણ પૂછયું. પુત્રને ઘણે આગ્રહ જોઈને પિતાએ તેની પાસે તેની માતાનું પૂર્વ ચરિત્ર કહી દીધું. એક વખત પુણ્યસારના પુત્રની સ્ત્રી પોતાના પતિ પાસે પોતાની સ્ત્રી જાતિ માટે ગર્વ કરતી હતી, તે વખતે તેના પતિએ પોતાની માતાનું પૂર્વ ચરિત્ર તેને કહ્યું અને સ્ત્રી જાતિની દુષ્ટતાનો ઉલ્લેખ કર્યો. તે સ્ત્રી તે વખતે તે કાંઈ બોલી નહિ, પરંતુ કેટલાક વખત પછી સાસુ-વહુ વચ્ચે કલહ થયો ત્યારે વહુએ સાસુના મર્મની વાત ખુલ્લી કરીને મહેણું માર્યું. આ મહેણું સાંભળતાં જ સાસુના મનમાં વિચાર આવ્યો કે “અહે, મારા પતિ પુણ્યસારે આટલા વખત સુધી મારી વાત ગુહ્ય રાખી, પણ છેવટે આ છોકરાની વહુ આગળ તે પ્રકટ કરીને મને મહેણાં સાંભળતી કરી, તો હવે મારે જીવીને શું કરવું છે ?” આવું વિચારી, ફાંસે ખાઈ તે મૃત્યુ પામી. આ જોઈને પુણ્યસારને પણ પસ્તાવે છે કે પોતે પુત્રને તેની માતાના મર્મની વાત ન કહી હોત તે સારું હતું, અને તેણે આત્મઘાત કર્યો. સત્ય રહસ્ય પણ જે પરને પીડાકારક હોય તો તેને ખુલ્લું કરવું એ એક દોષ છે અને ભલે તે અસત્ય કથન ન હોય, પરંતુ સત્યવ્રત અંગીકાર કરનારને માટે તો તે ત્યાજ્ય જ હોવો જોઈએ. (૧૧) [ હવે ત્રીજા અસ્તેય વ્રત વિષે વિવેચન કરવામાં આવે છે.]
ત્રતમ | ૨૨ છે. वस्तु स्थात् पतितं पथे गृहगतं कस्यापि चौर्येच्छया। ग्राह्यं तन्न विनाऽऽज्ञया त्रिकरणै प्यन्यतो ग्राहयेत्॥ ज्ञात्वा स्तेयधनं कथञ्चिदपि तन्नादेयमप्यल्पकं साहाय्यं न विधेयमस्य तदिदं दत्तवतं पालयेत ॥.