________________
૩૩૧ असावज्जं मियं काले भासं भासेज्ज पन्नव ॥
સ© ર૪ | ૧ | ૨૦ || અર્થાત–ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, મુખરતા–વાચાળપણું અને વિકથા (નિંદા-બડાઈ) એ આઠ પાપ પ્રજ્ઞાવંત સાધુએ ત્યજવાં જોઈએ અને જરૂરને પ્રસંગે જ નિર્દોષ સંક્ષિપ્ત ભાષા બોલવી જોઈએ.
હિતવચન પણ આટલા માપપૂર્વક જ બોલવાનો આકરો ધર્મ એક ત્યાગી કે મુનિજનને માટે શામાટે હોવો જોઈએ ? કારણ એ જ છે કે પૂર્વે જે ત્રિયોગ અને ત્રિકોણે કરીને થતી હિંસાના પ્રકારે સમજાવવામાં આવ્યા છે, તેમાં હિતવચન એ અમિત હોય તે વાચિક હિંસાની ગણનામાં જ આવે છે અને તેવું વચન બોલનાર મુનિ પિતાની અહિંસાની પ્રતિજ્ઞાને ભંગ કરનાર તથા પરને દુખ કરનાર બને છે. આ વાચાદેષ કરનાર, અહિંસા પરમો ધર્મનું પાલન કરનાર લેખાય જ નહિ. આ કારણથી શ્રી મહાવીર સૂત્રરૂપે જે આઠ કારણોમાંથી જન્મેલી વાણું નહિ બોલવાનું કહે છે, તેવાણી સ્થૂળ રીતે કેવા દોષથી ભરેલી હોય અને તે ન બેલાય તે ગ્રંથકાર આ બે શ્લોકમાં સમજાવે છે. વિશેષમાં તે એક મુનિને માર્ગે ચાલતાં નહિ બોલવાનું સૂચવે છે, તેનું કારણ એ છે કે માર્ગે જતાં બોલનાર કે વાતચીત કરનાર પિતાના ગમનદોષને પૂર્ણતયા ત્યજી શકતો નથી. બોલવામાં ધ્યાન રાખનાર પોતાના પગની ગતિમાં અને માર્ગમાં કેવી રીતે ધ્યાન રાખી શકે અને યતનાપૂર્વક ઉપયોગપૂર્વક ચાલી શકે ? વળી નિશ્ચયરૂપ વાણું પણ એક ત્યાગીએ ન બોલવી જોઈએ કારણકે મર્યાદિત–પરિમિત જ્ઞાનવાળા મનુષ્યનું સત્યદર્શન હમેશાં સત્ય જ નીવડતું નથી; પિતાની દૃષ્ટિએ દેખાતું સત્ય કદાચ અસત્ય પણ હોય, અથવા કાળનાં આવરણ દૂર થતાં અત્યારનું સત્ય બે ક્ષણ પછી અસત્ય પણ બની જાય છે, તે સમયે જે એક ત્યાગી નિશ્ચયરૂ૫ વાણી બોલ્યો હોય તે તે અન્યની દૃષ્ટિમાં અસત્યવાદી લાગે; માટે પરિમિત જ્ઞાનવાળા મુનિએ ભાષાસમિતિના પાલનને અર્થે નિશ્ચયરૂપ વાણું પણ ન વદવી ઘટે.