________________
દુષ્ટાત–પત્ર આપણે સમિતિહીન સત્ય વાણીનું દષ્ટાંત લઈએ તે તે ઉપયોગી થશે. એક જૈન મુનિ એકદા એક નગરમાં આવ્યા. તે અનેક શાસ્ત્રો તથા વિદ્યાઓ ભણી ચૂક્યા હતા, પરંતુ વેદ ધર્મના સિદ્ધાંતોનો પરિચય કરવાની તેમને જિજ્ઞાસા થઈ એટલે તેમણે કોઈ વિદ્વાન બ્રાહ્મણને રોજ પ્રભાતમાં થોડો વખત પિતાની પાસે મોકલવાની વ્યવસ્થા કરવાનું સંધપતિને સૂચવ્યું. સંધપતિએ ચક્રદત્ત નામના વિદ્વાન બ્રાહ્મણને રોજ પ્રભાતમાં મુનિ પાસે જઈને તેમની જિજ્ઞાસા પૂરી કરવા વિનતિ કરી અને બ્રાહ્મણે તે વિનતિ સ્વીકારી. બ્રાહ્મણ સૂર્યોદય પૂર્વે વહેલ મુનિની સમીપે હાજર થયા, પણ મુનિ તેનું મુખ જોતાં જ મનમાં ગુંચવાયા. મુનિ સામુદ્રિક વિદ્યાના જાણકાર હતા અને બ્રાહ્મણના વદન પરની રેષાઓ ઉપરથી તેમણે એવી ગણત્રી કરી કે આ બ્રાહ્મણનું મુખ ઉઠતાં વાંત જોઈએ તો આખો દિવસ ભોજન વિનાને જ જાય. તે વખતે તે મુનિએ બ્રાહ્મણને એમ કહીને પાછું વાળ્યો કે “મારી ઈચ્છા થશે ત્યારે હું તમને કહાવીશ, અત્યારે તે તમે જાઓ અને તમને તસ્દી પડી માટે ક્ષમા કરજે.” આ વ્યવહાર ભાષાથી બ્રાહ્મણને કાંઈ દુઃખ થયું નહિ અને તે ઘેર પાછો ગયો. તે દિવસે બન્યું પણ એમ કે શિષ્યો નગરમાં આહાર વહોરવા માટે જવા તૈયાર થયા એવામાં વૃષ્ટિ થવા લાગી અને આખો દિવસ વૃષ્ટિ ચાલુ રહેવાથી આહાર વહોરી લાવી શકાય નહિ અને ગુરૂ તથા ચેલા બધાને ઉપવાસ પડ્યો ! મુનિએ સંધપતિને કહી દીધું કે “ આ બ્રાહ્મણની મુખરેષાઓ એવી છે કે જે કોઈ પ્રભાતમાં તેનું મુખ જુએ તેને આખો દિવસ ભોજન મળે નહિ, માટે હું તે બ્રાહ્મણની પાસેથી વેદજ્ઞાન મેળવવાનો નથી. બીજા 'કોઈ બ્રાહ્મણની તપાસ કરજે.” થોડા દિવસમાં તો આ વાત સંધપતિને મુખેથી ફરતી ફરતી રાજાની પાસે પહોંચી અને રાજાએ એ બ્રાહ્મણના મુખદર્શનનો પ્રભાવ જેવા તેને કહાવ્યું કે “તારે રાજાના શયાગ્રહના દ્વારની બહાર આખી રાત સૂઈ રહેવું.” રાજાની આજ્ઞા મુજબ ચક્રદત્ત બ્રાહ્મણ એક ગોદડી ઓઢીને ટાઢે ઠુંઠવાતે શયાગ્રહના દ્વાર પાસે સૂઈ રહ્યો. હવારમાં ઉઠતાં જ શય્યાગ્રહની બહાર નીકળીને રાજાએ ચક્રદત્તને ઉઠાડ્યો