SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ જે વચન પાપભરેલું, સદેષ, દુષ્ટ ક્રિયાવાળું, ભૂતપઘાતક હોય, તેવું વચન મુનિએ ન ઉચ્ચારવું પણ પાપરહિત વચન ઉચ્ચારવું. (૪) મુનિએ ભંડેપકરણ લેતાં–રાખતાં સમિતિ સહિત વર્તવું પણ રહિત ન વર્તવું, કારણકે રહિતપણે પ્રાણાદિકને ઘાત થાય છે. (૫) મુનિએ આહારપાણી જોઈને વાપરવાં, કારણકે વગરજોયે વાપરવાથી પ્રાણાદિકનો ઘાત થાય છે. ” આ રીતે અહિંસા એ એકલું ધૂળ જીના પ્રાણાતિપાતથી વિરમણ નથી પણ મન વચન કાયાએ કરીને તેમનો અદ્રોહ છે, અને તેટલા જ માટે અહિંસા એ પરમ ધર્મ છે–એકલી અઘાતકતા નથી. મહાત્મા ગાંધીજી કહે છે કે –“ અહિંસા આજે આપણે જે જાડી વસ્તુ જોઈએ છીએ તે જ નથી. કોઈને ન જ મારવું એ તો છે જ. કુવિચાર માત્ર હિંસા છે, ઉતાવળ હિંસા છે. મિથ્યા ભાષણ હિંસા છે, દેશ હિંસા છે, કોઈનું બુરું ઈચ્છવું હિંસા છે. ” શ્રી મહાવીર ભગવાને પ્રથમ મહાવ્રતની ભાવનાઓ સાથે આપેલી સમજૂતી અને મહાત્મા ગાંધીજીનાં ઉપરનાં વચનોમાંનું રહસ્ય કેટલું સમાન છે તે કહી બતાવવાની કશી જરૂર નથી. ગ્રંથકારે માત્ર થોડા સૂત્રરૂપ શબ્દોમાં આ અહિંસાની વ્યાખ્યા કરી બતાવી છે, પરંતુ ઉપર જણાવેલું બધું રહસ્ય તેમાં સમાવિષ્ટ થાય છે. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિ અને ત્રસ કાય એ છએ કાયાના જીવોની વચન અને કાયા ઉપરાંત મનના સંકલ્પવડે પણ હિંસા ન કરવી, એને સંક્ષેપમાં પ્રથમ પ્રતિજ્ઞા કહેલી છે. મુનિએ બીજી બધી વાસનાઓનો ત્યાગ કરેલે જ હોય છે, માત્ર દેહ હોવાથી સુધા અને તૃષાના નિવારણ અર્થે આહારપાણું જોઈએ છે, એટલે તદર્થે પણ તે કોઈ પ્રકારે હિંસા ન કરે એવું તત્ત્વ તે પ્રતિજ્ઞામાં સમાવેલું છે. આટલી રહસ્યમય પ્રતિજ્ઞાને માટે મહાભારતના અનુશાસન પર્વમાં જે પ્રશસ્તિવાક્યો ઉચ્ચારેલાં છે તે સુયોગ્ય લાગે છે? अहिंसा परमो धर्मस्तथाऽहिंसा परो दमः। अहिंसा परमं दानमहिंसा परमं तपः॥
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy