________________
૩૪
कस्मिंश्चित् समयेऽपि दारुणतरे क्रोधेन लोभेन वा । हास्येनापि भयने वाऽनृतवचो ब्रूयां न किञ्चित्स्वयम् ॥ અહિંસા અને સત્યની પ્રતિજ્ઞા,
ભાવા—દીક્ષા લેતી વખતે દીક્ષિતે આ પ્રમાણે પ્રતિજ્ઞા કરવાની છે. પ્રથમ અહિંસા પ્રતિજ્ઞાઃ–ભૂખ, તરસ, રાગ કે મૃત્યુને ગમે તેવા પરાભવ થશે તાપણુ છકાયમાંના કાઈ પણ પ્રાણીની વચન કાયા તે શું પણ સંકલ્પ માત્રથી પણ હિંસા નહિ કરૂં, નહિ કરાવું, નહિ કરતાને અનુમેાદું, ખીજી સત્યપ્રતિજ્ઞાઃ—ગમે તેવા દારૂણમાં દારૂણ સમય આવે તાપણુ ક્રાધથી, લાભથી, ભયથી, કે હાસ્યથી લેશ માત્ર પણ અસત્ય વચન નહિ ખાલું, નહિ ખેાલાવું, નહિ ખેલતાને અનુમેાદું. (૧૩૪)
વિવેચન—ત્યાગી અને શ્રાવકને જૈન ધર્મમાં સવિરતિ અને દેશવિરતિ કહે છે. જે સંસારમાંથી સર્વથા વિરત થએલા છે તે સર્વિતિ અથવા સાધુ છે અને જે અંશતઃ દેશતઃ વિરત થએલા છે તે દેશિવરિત અથવા શ્રાવક કહેવાય છે. સાધુ અને શ્રાવકના ધર્મને પાચેા એક જ તત્ત્વ ઉપર રચાયા છે કે જેવી રીતે સન્યાસી અને સંસારીના ધનુ તત્ત્વ પણ સમાન છે; માત્ર એ ધમ પાલનની માત્રા ન્યૂનાધિક હેાય છે. સાધુ કે સંન્યાસી ધર્મનાં તત્ત્વાનું પાલન જેટલી ઉગ્રતાથી કરી શકે તેટલી ઉગ્રતાથી શ્રાવક કે સંસારી પેાતાના સાંસારિક જીવન તથા વ્યવસાયાને
લીધે કરી ન શકે, તેથી શાસ્ત્રકારોએ શ્રાવક કે સંસારીના ધર્મપાલનની મર્યાદા ખાંધી છે, જ્યારે સાધુ કે સન્યાસીના ધમપાલનની મર્યાદા ન આંધતાં તેને સથા ત્યાગી બનવાને સૂચવ્યું છે. આ કારણથી જૈન ધમમાં જે વ્રતા શ્રાવકનાં છે તે જ ત્રતા સાધુનાં છે, પરંતુ શ્રાવકેાનાં વ્રતા માઁદિત હાઇને અણુવ્રતા છે, જ્યારે સાધુઓનાં વ્રતા મહાત્રતા છે. ચતુ આશ્રમનાં કબ્યાના મેધ અત્ર કરવામાં આવતા હાઇ એ મહાવ્રતાની જ વિવેચના આ ક્ષેાકથી પ્રારંભાય છે. શ્રાવકોનાં આ જ અણુવ્રતા વિષે પૂર્વ ક્ષેાકેામાં ઉલ્લેખ થઈ ચૂક્યા છે.
C