SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ જે વચન પાપભરેલું, સષ, દુષ્ટ ક્રિયાવાળું, ભૂતપઘાતક હોય, તેવું વચન મુનિએ ન ઉચ્ચારવું પણ પાપરહિત વચન ઉચ્ચારવું. (૪) મુનિએ ભંડેપકરણ લેતાં–રાખતાં સમિતિ સહિત વર્તવું પણ રહિત ન વર્તવું, કારણકે રહિતપણે પ્રાણાદિકનો ઘાત થાય છે. (૫) મુનિએ આહારપાણું જોઈને વાપરવાં, કારણકે વગરજેયે વાપરવાથી પ્રાણાદિકને ઘાત થાય છે. ” - આ રીતે અહિંસા એ એકલું સ્થળ છના પ્રાણાતિપાતથી વિરમણ નથી પણ મન વચન કાયાએ કરીને તેમનો અદ્રોહ છે, અને તેટલા જ માટે અહિંસા એ પરમ ધર્મ છે-એકલી અઘાતકતા નથી. મહાત્મા ગાંધીજી કહે છે કે –“ અહિંસા આજે આપણે જે જાડી વસ્તુ જોઈએ છીએ તે જ નથી. કોઈને ન જ મારવું એ તો છે જ. કુવિચાર માત્ર હિંસા છે, ઉતાવળ હિંસા છે. મિથ્યા ભાષણ હિંસા છે, દેષ હિંસા છે, કોઈનું બુરું ઈચ્છવું હિંસા છે. ” શ્રી મહાવીર ભગવાને પ્રથમ મહાવ્રતની ભાવનાઓ સાથે આપેલી સમજૂતી અને મહાત્મા ગાંધીજીનાં ઉપરનાં વચનોમાંનું રહસ્ય કેટલું સમાન છે તે કહી બતાવવાની કશી જરૂર નથી. ગ્રંથકારે માત્ર થોડા સૂત્રરૂપ શબ્દોમાં આ અહિંસાની વ્યાખ્યા કરી બતાવી છે, પરંતુ ઉપર જણાવેલું બધું રહસ્ય તેમાં સમાવિષ્ટ થાય છે. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિ અને ત્રસ કાય એ છએ કાયાને જીવોની વચન અને કાયા ઉપરાંત મનના સંકલ્પવડે પણ હિંસા ન કરવી, એને સંક્ષેપમાં પ્રથમ પ્રતિજ્ઞા કહેલી છે. મુનિએ બીજી બધી વાસનાઓને ત્યાગ કરેલે જ હોય છે, માત્ર દેહ હોવાથી ક્ષુધા અને તૃષાના નિવારણ અર્થે આહારપાણી જેઈએ છે, એટલે તદર્થે પણ તે કોઈ પ્રકારે હિંસા ન કરે એવું તત્ત્વ તે પ્રતિજ્ઞામાં સમાવેલું છે. આટલી રહસ્યમય પ્રતિજ્ઞાને માટે મહાભારતના અનુશાસન પર્વમાં જે પ્રશસ્તિવાક્યો ઉચ્ચારેલાં છે તે સુયોગ્ય લાગે છે अहिंसा परमो धर्मस्तथाऽहिंसा परो दमः । अहिंसा परमं दानमहिंसा परमं तपः ॥
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy