________________
૨૫૩ ઉપાયે દ્વારા જ પ્રજાહિત સાધી શકાતું હોવાથી દેશસેવા બજાવનારાઓને એક જ પદ્ધતિનું દર્શન કરાવવું એ પૂરતું નથી. પ્રજાએ એકસંપીથી વિનાયતઃ પરિવર્તન કરાવવું એ અધિકારીઓના અત્યાચારની સામેને પ્રાથમિક ઉપાય છે અને તેનું અવલંબન કર્યા પૂર્વે આગળ વધવું એ નિરર્થક છે; પરંતુ
અવિનય” વડે નષ્ટ પામેલા વેન જેવા રાજાઓ હોય ત્યાં “વિનયને ઉપયોગ શે ? તે વખતે તે દેશભક્તિોને શિરે પરિવર્તનને સ્થાને “રાજ્યકાંતિ' નીપજાવવાની જ જવાબદારી આવી પડે છે. એવી રાજ્યક્રાંતિઓના અનેક માર્ગો દુનિયાની જૂદી જૂદી પ્રજાઓએ અજમાવ્યા છે, તેમાંના કેટલાક નિષ્ફળ ગયા છે અને કેટલાક સફળ પણ થયા છે; પરન્તુ આ સ્થાને તે અપ્રસ્તુત હોવાથી વિશેષ વિવેચનની જરૂર રહેતી નથી. (૧૧૧ )
[પ્રજ ઉપર અનેક પ્રકારની આફતે આવે છે. “આસમાની-સુલતાની તરીકે ઓળખાતી આફતમાં “સુલતાની” આફતોની વાત થઈ ગઈ; હવે “આસમાની આફતની વાત એક શ્લોકમાં કરીને તેવા પ્રસંગનું સેવાધમનું કર્તવ્ય કર્મ દર્શાવી ગ્રંથકાર આ તૃતીય અવસ્થાનાં કર્તવ્ય કર્મોને બોધ કરનાર પ્રથમ ખંડની પૂર્ણાહુતિ
- સાન્ટીન સેવા ૧૨૨ છે भूकम्पादिकदैवकोपजनितापत्तिः कदाचिनिजे । देशे काऽपि समागता यदि महाऽऽनर्थक्यसम्पादिनी॥ गत्वा तत्र सहैव साधनभरैरापद्तानां नृणां। साहाय्यं समयोचितं सुखकरं कर्त्तव्यमर्थादिभिः ॥
આફતને વખતે સેવા. ભાવાર્થ-જ્યારે જ્યારે દેશના કોઈ પણ ભાગમાં ધરતીકંપ, આગ, પાણીની રેલ આદિ દેવકેપને લીધે જાનમાલની પાયમાલી કરનારી મોટી આફત આવી પડે, ત્યારે ત્યારે સેવાના ઉમેદવારોએ સાધનોનો સંગ્રહ કરીને, તે ભાગમાં જઈન, આફતમાં આવી પડેલ માણસને અન્ન, વસ્ત્ર આદિથી સુખ થાય તેવી રીતે સમયને ઉચિત સહાય કરવી જોઈએ. (૧૧)