SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ વિવેચન-દેશ ઉપર કુદરતી આફત આવી પડે ત્યારે જનતાને મેટ પ્રમાણમાં સેવાની જરૂર પડે છે. આગ, ધરતીકંપ, જ્વાળામુખીનું ફાટવું, રેલ એ બધી આસ્તે કારમી આવી પડે છે. દુષ્કાળની આફત એ કારમી લેખાતી નથી પરન્તુ તેનું સંકટ મેાટા વિસ્તારમાં ફેલાવા પામે છે. આવી આફતને કાળે લાચાર થઇ પડેલાં મનુષ્યાને મદદ કરવી એ એક દેશસેવાનો જ પ્રકાર છે. જ્યારે ધરતીકંપની આફત દેશ ઉપર આવે છે ત્યારે સંખ્યાઅધ માણસનાં ધરાર પડી જાય છે, અનેક માણસાનાં મરણ થાય છે, આગ લાગે છે, તથા ધનમાલનેા નાશ થાય છે. આવે વખતે પ્રજા એકાએક લાચાર અવસ્થામાં આવી પડે છે. તેમને નિવાસસ્થાનની, અન્નની, વસ્ત્રની અને બીજી અનેક પ્રકારની મદદની જરૂર પડે છે, તે તેવે વખતે ધનવાનોએ, બુદ્ધિમાનેએ, સેવાતત્પર જનેએ પેાતાથી બની શકે તે રીતે મદદ કરવાને બહાર પડવું જોઇએ. કારમું સકટ ફેલાવાને લીધે અને એક પ્રદેશમાંના સ` કાઇ સકેટમાં આવી પડવાને લીધે સેવાની ઉતાવળે અને મેટા પ્રમાણમાં જરૂર પડે છે. રેલ અને આગની આફતથી પણ નાના-મોટા વિસ્તારમાં સંકટ ફેલાય છે અને તે વખતે પણ સેવકાની અને સેવાનાં સાધનેાની મેટા પ્રમાણમાં જરૂર પડે છે. ધરબાર ગુમાવી બેઠેલાંએને માટે તત્કાળિક તખ્ કે ઝુંપડાં ઊભાં કરી આપવાં અને તેએતે તેમાં આશ્રય આપવા, અગ ઢાંકવા માટે વસ્ત્રો પૂરાં પાડવાં, ખેારાકી લાવી આપવી અને ધંધાનાં સાધનો ગુમાવી બેઠેલાંએને તેવાં સાધને પૂરાં પાડી પાછાં ધંધે વળગાડવાં, એવા પ્રકારે કુદરતી આફતથી પિડાએલાં મનુષ્યાને મદદ કરવા દ્વારા દેશસેવા મજાન વવાને અને અનુકંપાત્ત દર્શાવવાને લેાકેાએ બહાર પડવું જોઇએ. દૃષ્ટાંત—દેશ ઉપરની આપત્તિના કાળમાં પોતાના ધનને સદ્વ્યય કરીને હડાળાના એક વણકે અમર નામ કર્યું છે જેની કિંવદન્તી ગુજરાતમાં પ્રચલિત છે. એ વણિકનું નામ પ્રેમે દેદરાણી હતું. તે બહુ સાદાઇથી રહેતા અને નીતિ તથા પ્રમાણિકતાથી વેપાર કરીને તેણે પુષ્કળ ધન એકઠું કર્યું હતું. પાટણમાં તે વખતે મુસલમાની રાજ્ય હતું. એક વખત ગુજરાતમાં દુકાળ પડયો અને લેાકેા અન્ન તથા દ્વારા ધાસ વિના ટળવળવા લાગ્યાં.
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy