________________
તેમને સુખી કરે છે અને રાજાને “સુરાજ્ય” ચલાવનાર તરીકેની કીર્તિ અપાવે છે; પરંતુ જ્યાં એવા પાપભીરૂ અધિકારીઓ હતા નથી ત્યાં પ્રજાને અન્યાય મળે છે, તેના ઉપર અત્યાર ગુજરે છે અને તેઓની સામે ફરિયાદ ઉઠાવવાનું પ્રજાને કારણે મળે છે. આવા પ્રસંગમાં દેશસેવક જનને પ્રથમ ધર્મ કેવો છે તે ગ્રંથકારે દર્શાવ્યું છે. ગ્રંથકાર કહે છે કે એ પ્રજાપડનની કથની પ્રજાજનોએ એકત્ર મળીને રાજાને કાને નાંખીને વસ્તુસ્થિતિમાં સુધાર કરાવવા યત્ન કરે જોઈએ. આપણા દેશનાં કેટલાંક પ્રજામંડળે હાલમાં આ રીતે જ કામ કરે છે. પ્રજાજનો એક પરિષદ્ ભરે છે, તેમાં અમુક પ્રકારના જુમે, અન્યાયો કે અત્યાચાર વિષે વિવાદ ચાલે છે, તેના નિવારણના માર્ગો શોધાય છે, અન્યાય કે અત્યાચાર કરનાર અમલદારોના ઉપરીઓ પાસે પહેલાં ફરિયાદ પહોંચાડાય છે, તેથી જે દુઃખનું નિવારણ થતું નથી તે પ્રજા તેથી ઉંચી વ્યક્તિ પાસે દાદ માંગવા જાય છે; અને છેલ્લે સર્વોપરિ વ્યકિત–રાજા પાસેથી ન્યાય મેળવવાનો યત્ન કરવામાં આવે છે. જે સર્વોપરિ વ્યક્તિની બુદ્ધિમાં વૈષમ્ય ઉત્પન્ન થયું હતું નથી, તો આટલા ઉપચારમાં ફરિયાદનું કારણ દૂર થઈ જાય છે.
ઉપર જણાવ્યું છે તેમ રશિયાનો રાજવંશ આજે પૃથ્વી ઉપરથી ઉખડી ગયો છે તેનું કારણ અધિકારીઓના જુલ્મને દૂર કરવાની રાજાની અશક્તિનું જ છે. ચીનનો રાજવંશ પણ પ્રજા ઉપરને અધિકારીઓના અત્યાચારના કારણે ઉપસ્થિત થએલાં બંડેને લીધે જ આજે રાજસત્તા ખોઈ બેઠેલે છે. મનુસ્મૃતિમાં કહ્યું છે કે –
बेनो विनष्टोऽविनयान्नहुषश्चैव पार्थिवः ।
सुदासो यावनिश्चैव सुमुखो निमिरेव च ॥
અર્થાત–વેન, નહુષ, સુદાસ, સુમુખ અને નિમિ અવિનયી હોવાથી જ નાશ પામ્યા હતા. જ્યાં રાજતંત્ર સડેલું હોય છે અને યંત્રના ખીલા કટાઈ ગયા હોય છે, ત્યાં રાજા કે પ્રધાનને કાને અત્યાચાર કે જુલ્મની વાત નાંખી પરિવર્તન કરવાને યત્ન ભાગ્યે જ સફળ નીવડે છે અને તેટલા માટે વધારે સંગીન ઉપાયોની જરૂર છે. જૂદી જૂદી પરિસ્થિતિમાં જુદા જુદા