________________
૨૫૧
રક્ષક તરીક એગ્ય અધિકાર ઉપર નીમ્યા છે તે અમાત્ય આદિ રાજાના, અમલદારો પ્રજાનું રક્ષણ કરવાને બદલે પામર જનનું ભક્ષણ કરવા લાગે અને અન્યાયી જુલ્મ ગુજારનાર નીવડે તો તે દેશમાં વસનાર બધા અગ્રણી માણસોએ એક સંપ કરી રાજાને નમ્ર વિજ્ઞપ્તિપૂર્વક તેની સ્થિતિની માહિતી આપી યોગ્ય ફેરફાર કરાવવો જોઈએ. (૧૧૧)
વિવેચન–રાજા બહુધા પ્રજાવત્સલ હોય છે, પરંતુ કેટલીક વાર તેના સ્વભાવની ક્ષુલ્લકતાથી કિંવા બદસલાહથી તે પ્રજાપીડક બને છે. જે રાજા દેખરેખ રાખવામાં અકુશળ હોય છે તેના રાજ્યાધિકારીઓ તો અવશ્ય મનસ્વી હોય છે અને પ્રજા પીડક બને છે. પ્રજા ઉપરનું આ એક એવું સ્વચક્ર છે કે જેનું નિવારણ કરવાના માર્ગો શોધવાને દુનિયાનાં ઉંચામાં ઊંચાં મગજે કામ કરી રહ્યાં છે. કેટલાક દેશમાં અધિકારીઓના જુલ્મને કારણે જ રાજ્યક્રાન્તિઓ થઈ છે અને પ્રજાને હાથે અધિકારીઓના અને રાજાએના ઘાત થયા છે. રશિયાના ઝારનો ઈતિહાસ તેના ઉદાહરણરૂપ છે. ઝારે અનેક દુષ્કૃત્યો કર્યાં હતાં, પરંતુ તેણે જેવાં દુષ્કૃત્યો કર્યા હતાં તે તે સ્વભાવને દુષ્ટ નહતો. તેની પૂર્વેના ઝારેના વખતમાં પણ પ્રજાપીડન કાંઈ ઉતરતા પ્રકારનું નહોતું. રશિયામાં લાંબા વખતથી પ્રજાપીડન ચાલ્યું આવતું જ હતું અને તેનો નિમિત્ત ઝાર લેખાતે, પરંતુ ખરી રીતે તે દુષ્ટ અધિકારીઓ તરફનું જ એ પીડન હતું, જેઓ પોતાના સ્વાર્થ અને સત્તા માટે રાજકર્તાને ભોળવીને પ્રજાને પીડતા. ઝારને એવા અધિકારીઓની સામે અનેક પ્રકારની અરજે કરવામાં આવેલી, અનેક મંડળે અધિકારીઓના જુલ્મને ઉઘાડો પાડી તેની સામે થવા માટે રચાએલાં, પરંતુ અધિકારીઓ ઝારને ઉધું સમજાવતા, તેઓ એવી લડત કે અરજી કરનારાઓને બળવાખોર લેખતા અને તેમને મારી નાંખવામાં આવતા કે દેશપાર કરવામાં આવતા. જે રાજા મૂખ કે અવિચારી હોય છે તો રાજ્યના અધિકારીઓ આ રીતે પ્રાપીડક બને છે. રાજા પ્રજાનો પિતા છે અને તેના અધિકારીઓ પિતાના હાથપગરૂપ પાલન કરવાનાં સાધનો છે. જે અધિકારીઓ પોતાની આવી ફરજ સમજે છે તેઓ પ્રજાને ન્યાય આપી.