SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ . ૨૧૭ પિતાના સંબંધમાં ન્યાય અગર દયાની આશા રાખવાનો હકક નથી.” આ પ્રમાણે જાનવરે ઉપર દયાભાવથી વર્તવાનું તે માંસાહારીઓ તેમજ માંસભક્ષણ નહિ કરનારાઓ પણ સ્વીકારે છે. જાનવરોને ધંધા નિમિત્તે અનેક પ્રકારનો ત્રાસ લેાકો તરફથી ગુજારવામાં આવે છે. ભાડાનાં ગાડાંમાં હદ ઉપરાંત ભાર ભરવાથી ઘડા કે બળદને તે ખેંચતાં અતિશ્રમ વેઠવો પડે છે, તેમને ઉતાવળે ચલાવવા માટે સાદી કે આરવાળી લાકડી, ચાબુકના ફટકા મારવામાં આવે છે, તેમને ભૂખ્યાં, તરસ્યાં રાખી જરા પણ આરામ વિના તેમની પાસેથી કામ લેવામાં આવે છે, કલકત્તામાં કેટલાક દુષ્ટ ગાયના ગુહ્યાંગમાં ધાતુની નળી દાખલ કરી કુંક મારે છે, એટલે ગાય પોતાનું દૂધ ચોરી નહિ લેતાં છોડી દે છે અને એ પ્રમાણે દૂધ માટે ત્રાસ ગુજારે છે. કેટલાક પાઠાં પડેલા બળદ, ઘેડા કે ગધેડાં ઉપર ભાર ભરવામાં આવે છે અને તેથી એ પશુઓને બહુ ત્રાસ વેઠવો પડે છે અને જ્યારે એ પાઠાં લોહીયાળ અને ઉઘાડાં હોય છે ત્યારે તે ઉપર માખીઓ અને બીજા જીવડાં બણબણાટ કરી મૂકી તેને ચટકા ભરી પીડે છે. કેટલાક દુષ્ટ લોકો ઘરડાં કે મરણકાંઠે આવેલાં પશુઓને ખવરાવવું ન પડે એવા સ્વાર્થથી રસ્તામાં રઝળતાં મૂકી દે છે. આવો જ ત્રાસ ઘણી વાર પક્ષીઓ ઉપર પણ ગુજરતે દેખાય છે. આ બધે ત્રાસ પશુ–પંખી પર નગુજરે તે માટે સુધરેલા દેશમાં કાયદા કરવામાં આવ્યા છે અને આપણા દેશમાં પણ તે માટે કાયદે છે, પરંતુ એ કાયદાનો અમલ લેક કરતા નથી અને તેનો અમલ કરાવવા સરકારે જે કાળજી રાખવી જોઈએ તે તે રાખતી નથી. આથી જ્યારે કોઈ પશુરક્ષક મંડળ કે કોઈ જીવદયા મંડળ કિવા કોઈ પરગજુ સસ્થા એ કાયદાનો ભંગ કરનારને ન્યાયની કચેરીમાં દોરે છે અને તેણે કરેલો ગુના સાક્ષીઓ દ્વારા સાબીત કરી તેમને શિક્ષા કરાવે છે, ત્યારે જ કાંઈક થાય અસર છેઃ પરંતુ આ રીતે ન્યાય મેળવવાનું કામ ઘણું કંટાળાભરેલું હોવાથી સમાજસેવકો પણ એ દિશાએ બહુ ધ્યાન આપી શકતા નથી. પરિણામે પશુઓ ઉપર ગુજરતું ઘાતકીપણું ચાલુ જ રહ્યા કરે છે. હિંદમાં તો અતિપ્રાચીન કાળમાં પણ પશુરક્ષાના સુંદર કાયદાઓ
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy