________________
૨૧૬
પશુરક્ષાના કાયદા.
ભાવાથ–સારા રાજાના રાજ્યમાં પશુના રક્ષણ માટે એવા પ્રકારના કાયદા હોવા જ જોઈએ કે કોઈ પણ ગાડીવાળો ભાડાના લેભે એક અંશ માત્ર પણ મર્યાદાથી વધારે ભાર ભરે નહિ, વૃદ્ધ અથવા દુર્બળ બળદ આદિ કોઈ પણ પશુને ગાડીમાં જેડે નહિ, પશુ જ્યારે દુર્બળ થઈ જાય કે રોગી બની જાય ત્યારે તેને માલિક રખડતાં ન મૂકે પરંતુ પોતાને ઘેર રાખીને યોગ્ય સારવાર કરે. જે દેશમાં તેવી દયાને અભાવે કદાચ ઉપર જણાવેલા પશુરક્ષણના કાયદા બંધાયા ન હોય, તો તે દેશમાં મજબૂત રીતે દયાનું બળ ઉત્પન્ન કરીને રાજ્ય તરફથી નવા કાયદા બંધાવવા જોઈએ. કદાચ કાયદા બંધાએલા હોય, પણ રાજ્યની દેખરેખને અભાવે તે કાયદાઓ લોકો તરફથી પાળવામાં આવતા ન હોય તો રાજાને કે પ્રજાને જાગૃત કરી આદરપૂર્વક તે કાયદાનું પાલન થાય તેવો શુભ પ્રયત્ન કરવો જોઈએ. (૯૬–૯૭)
વિવેચન-એક બાજુએ જોકે કેટલાક લોકો પોતાનાં પશુઓની હિંસા ખોરાક માટે કે વેપારની બીજી જણસ માટે કરે છે, તો પણ બીજી બાજુએ પશુઓની રક્ષા કરવાની અને તેઓ ઉપર દયાળુતા દર્શાવવાની આવશ્યકતા પણ બતાવે છે. દયા મનુષ્યના હદયનો જ પરમ ગુણ છે, જગતના બીજા કોઈ પ્રાણુમાં તે નથી. જે મનુષ્યમાં એ એક જ ગુણન હોય તો જંગલી પશુ અને મનુધ્યમાં કાંઈ જ તફાવત લેખાય નહિ. અંગ્રેજ કેમ માંસાહારી છે, છતાં તે જીવતાં પશુઓ ઉપર દયા રાખવાના સિદ્ધાંતને સ્વીકારે છે. ઈંગ્લાંડમાં અને દુનિયાના બીજા દેશોમાં પણ પશુરક્ષણને લગતા કાયદા છે અને પશુઓ ઉપર ઘાતકીપણું ન ગુજરે તે માટે સંભાળ લેવામાં આવે છે. મહારાણી વિકટોરિયાએ કહ્યું છે કે-“સખાવતમાં અને દયાના પ્રદેશમાં પ્રભુનાં મૂગાં અને અશરણ પ્રાણુઓનો સમાવેશ જે સુધારામાં નથી તે સુધારે પૂરો નથી.” એક અંગ્રેજ લેખક કહે છે: “માણસમાં છોકરું અને તેથી ઉતરતા જગતમાં જાનવર દયાને પાત્ર છે. જેઓ તેમના હક્કની અવગણના કરે છે, તેમને