________________
૨૧૮ હતા. રાજા અશોકે જે શિલાલેખોમાં પિતાની આજ્ઞાએ કરાવી હતી તેમાંની એક આજ્ઞા એવી હતી કે-“દેવપ્રિય પ્રિયદર્શી રાજાના સઘળા મુલકેમાં તથા પાસેના દેશમાં જેવા કે ચળ, પાંડ્યદેશ, સત્યપુત્ર, કેરલપુત્ર, તામ્રપણું (લંકા) માં તથા ગ્રીક રાજા એન્ટીઓકસ તથા તેના સામંત રાજાઓના મુલકમાં-દરેક સ્થળે મનુષ્યના સુખના તેમજ પ્રાણીઓના સુખના ઉપાયો દેવપ્રિય પ્રિયદર્શી મહારાજા તરફથી યોજવામાં આવ્યા છે. મનુષ્ય તથા પશુઓને ઉપયોગી જે જે ઔષધિઓ જે જે સ્થાને નથી. તે તે ઓપધિઓ મંગાવીને તે તે સ્થાને રોપાવી છે. તેમજ ફળ મૂળ જે સ્થળે નથી તે સ્થળે મંગાવીને રોપેલાં છે. મનુષ્યો તથા પશુઓના ઉપયોગ સારૂ માર્ગમાં વૃક્ષો વવરાવ્યાં છે અને કુવા ખોદાવરાવ્યા છે.” સમયને અનુકૂળ થાય તેવો કાયદો આપણા દેશમાં હોવા છતાં પશુઓ ઉપર ઘાતકીપણું તે ગુજરે છે જ. એક રીપેર્ટ ઉપરથી જણાય છે કે મુંબઈમાં ઘુંટણ ભાગેલે, લંગડે, નબળા પડી ગએલ, ડામેલે, છેલાયેલી છાતીનો, છેલાયેલા પગને, છેલાયેલા શરીરનો, પાડું પડેલું, વગેરે પ્રકારે ત્રાસ ભોગવતા ઘોડાઓ ઉપરની નિર્દયતા માટે ૭૪૭ માણસો ઉપર એક વર્ષમાં કામ ચલાવવામાં આવ્યું હતું. બળદો ઉપરની નિર્દયતા માટે ૯૬ ૩૫ માણસ ઉપર કામ ચલાવવામાં આવ્યું હતું. બે વર્ષમાં ૧૦૪૬૨ કેસમાં સજા થઈ હતી. છતાં આજે એવું જ ઘાતકીપણું ચાલુ છે. આ કારણથી પશુરક્ષણને માટે ગ્રંથકાર ઉપરના બે લોકમાં મુખ્યત્વે કરીને બે સૂચના કરે છે. એક સૂચના એ છે કે જે જે સ્થળે પશુરક્ષણને લગતા ઉપર જણાવ્યું તેવા કાયદા કે નિયમન ન હોય તે તે સ્થળે તેવા કાયદા પશુરક્ષાપરાયણ સેવક કરાવવા જોઈએ અને બીજી સૂચના એ છે કે જ્યાં કાયદા હોય પણ તેને અમલ રાજ્ય તરફથી બરાબર ન થતો હોય ત્યાં પ્રજાને જાગૃત કરીને એવા કાયદાનું પાલન કરાવવું જોઈએ. અનુભવ ઉપરથી માલૂમ પડે છે કે જ્યાંસુધી પશુઓના નિર્દય માલકો પાસે સતત રીતે પશુરક્ષાના કાયદાઓનું પાલન કરાવવામાં ન આવે અને તે માટે પૂરી જાગૃતિ બતાવવામાં ન આવે ત્યાં સુધી મનુષ્યની સ્વાર્થપરાયણતા દુષ્ટ ને દુષ્ટ જ રહે છે, માટે તેવા માણસોને સતત યતન વડે સુધારવાની ફરજ પાડવામાં આવવી જોઇએ. ૯૬-૯૭)