________________
શ્રદ્ધાપૂર્વક અતિથિને આદર સત્કાર આપીને ભોજન કરાવ્યું. બ્રાહ્મણ ભોજન કરીને ગયે અને રતિદેવ બાકી રહેલું અન્ન જમવાની તૈયારી કરતા હતા, એટલામાં વળી એક શક અતિથિ આવ્યો; તેને પણ તેણે પિતાના ભોજન માટેના અન્નમાંથી ભોજન કરાવ્યું. શક ભજન કરીને ગયો એટલે કૂતરાથી વીંટાએલો વળી એક ત્રીજો અતિથિ ભોજન માટે આવીને ઊભો રહ્યો અને બોલ્યો કેઃ “હે રાજા ! હું અને આ કૂતરાં ભૂખ્યાં છીએ, માટે અમને અન્ન આપે.” તે સાંભળીને રન્તિદેવ રાજાએ ઘણા માનની સાથે એને આદરભાવ કરીને બાકી જે કાંઈ અન્ન વધેલું હતું તે આપીને પિલાં કૂતરાં તથા તે કૂતરાંના સ્વામીને પ્રણામ કર્યા. એ પ્રમાણે બધું ભજન અતિથિઓને જમાડવામાં જ પૂરું થઈ ગયું, અને માત્ર પાણું રહ્યું તે પણ એક જણ પીએ તેટલું જ રહ્યું. તે પાણી પીવાને રતિદેવ તૈયાર થયો એટલામાં વળી એક ચાંડાળ ત્યાં આવી ચડ્યો. તેણે કહ્યું કે “હે રાજા! હું તરસ્યો છું; મને પાણી પીવાને આપે.” રાજા એ ચાંડાળની દયામણી સ્થિતિ જોઈને બહુ ખેદ પામ્યો અને બોલ્યાઃ “હે પ્રભુ! હું તારી પાસે ઐશ્વર્ય કે મોક્ષની ઈચ્છા રાખતા નથી, પણ સર્વ પ્રાણીએના અંતમાં પેસીને તેઓની પીડા ભોગવવાની ઈચ્છા રાખું છું, કે જેથી હું દુઃખી થતાં પણ સર્વે પ્રાણીઓ દુઃખરહિત થાય.” આમ કહીને રાજાએ તરસથી મરવા જેવા થવા છતાં પેલા ચાંડાળને પીવાનું પાણી આપ્યું. પાણી આપતાંની સાથે જ પેલા ત્રણે અતિથિએ જે મૂળ દેવ હતા તેઓ દેવ રૂપ ધારણ કરી રાજા સામે ઊભા રહ્યા અને કહ્યું: “વરદાન માંગ.” પણ આત્મૌપમ્ય બુદ્ધિથી–સાચી કરૂણાવૃત્તિથી જ પ્રેરાઈને પરોપકાર કરનાર એ રાજાએ તેઓને માત્ર નમસ્કાર કર્યા અને કાંઈ પણ માંગ્યું નહિ. કરણ દાનેશ્વરી રોજ સવામણ સેનું દાન કરતો પરંતુ રાજા રતિદેવનું દાન કરૂણાવૃત્તિમાં તેના કરતાં પણ ચડે તેવું લેખાય. (૪૭)
હિવે સ્થળ વિભૂતિની સ ર્થકતા શામાં રહેલી છે તે ગ્રંથકાર નીચેના માં દર્શાવી કરૂણા ભાવનાનું સમર્થન કરે છે,