________________
ખુશી થઈને કરૂણાબુદ્ધિથી બીજાને આપ, તું જે બીજાને હમણાં આપીશ તેને બદલે કુદરત તરફથી તને પુષ્કળ મળશે. (૪૭)
વિવેચન—પ્રત્યેક જીવને સુખ હમેશાં પ્રિય જ હોય છે, અને દુઃખ અપ્રિય હોય છે. પ્રત્યેક પ્રાણની પ્રત્યેક પ્રવૃત્તિ હમેશાં સુખને અર્થે જ હોય અને તેથી જે દિશાએથી દુઃખ પ્રાપ્ત થવાનો સંભવ તેને જણાય તે દિશાએ જવા તે ઈચ્છતો નથી. જ્યારે શારીરિક કે માનસિક દુઃખ જ આટલું અપ્રિય હોય છે, ત્યારે એ ઉભય દુઃખાના સત્ત્વરૂપ મરણ ને પ્રિય હોય ? અનિષ્ટ સર્વમતાનાં મર નામ મારત | અર્થાત–હે ભારત ! પ્રાણી માત્રને મરણ અપ્રિય છે–અનિષ્ટ છે. પ્રાણ યથાત્મનોડર્મીષ્ટ મતાનામપિ હૈ તથા || અર્થાત–જેમ પોતાના પ્રાણ પિતાને પ્રિય છે, તેમ પ્રાણીઓને પણ હશે એવી આત્મૌપમ્ય બુદ્ધિથી અન્ય પ્રાણીઓના સંબંધમાં વિચારીને કરૂણા ભાવના રાખવી જોઈએ. આત્મૌપમ્ય બુદ્ધિ ધારણ કર્યા વિના ક્ષુદ્ર કિંવા સંપત્તિહીન પ્રાણીઓને સુખાર્થે શું શું જોઈતું હશે તેની કલપના આવી શકતી નથી અને કરણાની ભાવના વિસ્તરતી નથી; તેટલા માટે ગ્રંથકાર કહે છે કે–સુકવું
sfપ વાછતિ વમવ—તારી પેઠે કોઈ દુઃખને ઈચ્છતું નથી. શેકસપિયર કહે છે કે દયાને ગુણ દિગુણ–બેવડો છે. જેની પ્રત્યે દયા દર્શાવીને તેને કાંઈ આપવામાં આવે છે તેને તેથી સુખ તથા આનંદ મળે છે અને જે દયા દર્શાવીને આપે છે તેને પણ સંતેષ પ્રાપ્ત થાય છે. આ બેઉનાં સુખ–સંતોષ—આનંદ આત્મૌપમ્ય દષ્ટિનું જ ફળ છે. એવા દાનનું ફળ કુદરત આપ્યા વિના રહેતી જ નથી,
દષ્ટાંત–પૂર્વે સમવેશમાં રન્તિદેવ નામે એક કરૂણાવૃત્તિવાળે રાજા થઈ ગયો, તે એટલો દયાળુ હતું કે પરોપકારમાં તેનું સર્વ દ્રવ્ય ખપી ગયું ત્યારે પોતે ભૂખ્યા રહીને પણ ગરીબનું પોષણ કરતો, પરંતુ કોઈ અતિથિને નિરાશ કરી પાછો વાળતો નહિ. તે રાજાએ એક વખતે ૪૮ દિવસ સુધી અન્ન પાણીનું કષ્ટ વેઠયું અને ૪૯ મે દિવસે પ્રભાતમાં ભોજન લેવા તે બે કે તુરત જ એક બ્રાહ્મણ અતિથિ ત્યાં આવ્યો. રતિદેવે