________________
૩૯
જે મનુષ્ય સમસ્ત વ્યસન રૂપી ધૂળને ઉડાડનાર, જોરદાર પવનના જેવી, જીનેશ્વર ભગવાનને કહેલા તત્વોને જ્ઞાન આપનારી બુદ્ધિ મેળવ્યા છતાં પણ, આ ઇદ્રિાના વિષય ભેગમાં ફસાઈ રહે છે, તે મનુષ્ય પોતાના હાથમાંના અમૃતને ફેંકી દઈ પ્રાણુનાશક ઝેરને પીએ છે. दासत्वमेति वितनोति विहीन सेवाम्
धर्मधुनाति विदधाति विनिंद्यकर्म रेफश्चिनोति कुरुतेऽति विरूप वेषं
किंवा हृषीकवशतस्तनुते न मर्त्यः ॥१६॥ ઇદ્રિયને વશ થયેલ પુરૂષ નેકરી કરે છે, નીચ કુળવાળાની સેવા કરે છે, સાચે ધર્મ છેડે છે, નિંદનિયા કર્મ કરે છે, પાપને સંચય કરે છે, જુદા જુદા વેષ ધારે છે, અને બીજા અઘોર કર્મો શું કરતું નથી ? અર્થાત જરૂર કરે છે. अब्धिन तृप्यति यथासरितां सहस्त्रैः
नो धनैखि शिखी बहुधोपनीतैः जीवः समस्त विषयैरपि तद्वदेव
संचिंत्य चारु धिषण स्त्यजतिंद्रियार्थान् ॥९७॥ જેવી રીતે હજારે નદીઓના પાણીથી સમુદ્ર કદિપણ ભરાતું નથી, અને હજારો લાકડાં નાંખવાથી અગ્નિ કદિપણ શાંત થતું નથી. તેમ ઈદ્રિના વિષય ભોગવવાથી મનુષ્ય કદિપણ સંતોષ પામતો નથી, માટે બુદ્ધિશાળી પુરૂષે ઇંદ્રિયેના વિષયોને સર્વથા ત્યાગ કરે છે.