________________
જે મહાત્માએ દેશથી વિરતિ કરી તેનું નિત્ય અખંડિત રીતે પાલન કીધું છે તે વ્રતાથ મર્યાદિત ક્ષેત્ર હારની વસ્તુ ગમે તેટલે લાભ મલતે હોય છતાં પણ તેને તૃણ સમાન ત્યાજ્ય ગણું ગ્રહણ કરતું નથી. આ મહા પુરૂષે તૃષ્ણારૂપી વેલીને છેદી નાંખી છે અને ધૃતિ રૂપી લતાનું સંવર્ધન કીધું છે આવા મહાનુભાવના ગુણાનુવાદનું વર્ણન કરવા કેણ સમર્થ થાય?
पञ्चधानर्थदण्डस्य पर पापोकारिणः । क्रियते यः परित्यागस्तृतीयं तद्गुणवतं ॥८००॥ અનર્થ દંડ નામે તૃતીય ગુણવ્રત (પર ઉપકારી).
પાપને સહાયતા દેવાને સમર્થ પાંચ પ્રકારના અનર્થ દંડને જે પરિત્યાગ તે અનર્થ દંડ ત્યાગ નામ ત્રીજું ગુણવત છે. નટ. દડાએ વિણ હેતુએ, વલગે પાપ પ્રચંડ,
પ્રભુ પૂજી વ્રત કારણે, તે કહું અનર્થ દંડ. સ્વજન શરીરને કારણે, પાપે પેટ ભરાય, તે નવિ અનર્થ દંડ છે એમ ભાખે જનરાય.
વીરવીય ચરણ. दुष्टश्रुतिरपध्यानं पापकर्मोपदेशनं । प्रमादः शस्रदानं च पञ्चाना भवन्त्यमी ॥८०१॥
૧. દુકૃતિ ૨. અપધ્યાન ૩. પાપકર્મોપદેશ. ૪. પ્રમાદ અને ૫. શસદાન આ પાંચ પ્રકારના અનર્થો છે. ૧. દુઃશ્રુતિ–પાપમાં પ્રવૃતિ કરાવનાર અને મિથ્યાત્વના