________________
સ્ત્રી બીજાપર તિરસ્કાર કરાવે છે, ધન નાશ થવાથી દુઃખ થાય છે, અને બંધુ પુત્રપુત્રાદિક વગેરે વગેથી વિષચરૂપી વાંછનાનું બંધન થાય છે, તેવા શત્રુઓ સાથે મુખજને મૈત્રીભાવ બાંધે છે, માટે જગતમાં એવી મેહજાળને ધીક્કાર હો.
मद मदन कषायारातयो नोपशाता
न च विषय विमुक्ति जन्मदुःखान्न भीतिः न तनु सुख विरागो विद्यते यस्य जंतो
भवति जगति दीक्षा तस्य भुक्त्यै न मुक्त्यै ॥१७॥
જે મનુષ્યમાં કામ ક્રોધ મોહ વગેરે શાંત થયા નથી, જેનામાં વિષયના ભેગથી વિમુક્તિ થઈ નથી, અને જેનામાં જન્મના દુઃખની બીક નથી, અથવા જેનામાં શારીરીક સુખની વાચ્છા નષ્ટ થઈ નથી, તેવા મનુષ્યની દીક્ષા મુક્તિ આપનારી થતી નથી, પરંતુ સંસારમાં અથડાવનારી બને છે. श्रुतमति बलवीर्य प्रेमरुपायु रंग
स्वजन तनय कांता भातृपित्रादि सर्व ति तउगतजलंवानस्थिरं वीक्षतेंऽगी
तदपि बत विमूढो नात्मकृत्यं करोति ॥१८॥ આ સંસારમાં શાસ્ત્રજ્ઞાન, બુદ્ધિ, બલ, વીર્ય, પ્રેમ, રૂપ, આયુ, રંગ પોતાના ભાઇભાંડુ સ્ત્રી, બ્રાત પીતા આદિ સર્વે પાણીના પરપોટા જેવા વિનાશક છે. તે છતાં પણ મૂઢ બનેલે મનુષ્ય પિતાનું આત્મિક કાર્ય કરતું નથી.