________________
૨૮૫
અતિ શેકથી વિહલ બનેલ મનુષ્ય શરીર અને માથું કુટી નાખે છે, અતિ દીન વચને બોલે અને આવી રીતે મૃત્યુ સમીપ થવાની (મરણ સંન્નિકૃષ્ટ થવાનીપ્રાણ ગુમાવવાની) અનેક ચેષ્ટાઓ કરે છે. बहुरोदनताम्रतराक्षियुगः परिरूक्षशिरोरुहभीमतनुः।। कुरुते सकलस्य जनस्य शुचा पुरुषो भयमत्र पिशाचसमः ॥
શોક ગ્રસ્ત પુરૂષની આંખો રોઈ રોઈને લાલ થાય. છે, બાલ વિખરાએલા અને નિસ્તેજ થવાથી શરીર ભયાનક થઈ જાય છે. આ રીતે તે સમસ્ત દુનીઆને પિશાચ ગ્રસ્ત મનુષ્યની સમાન ભયાનક લાગે છે. परिधावति रोदिति पूत्कुरुते पतति स्खलति त्यजते वसनं । व्यथते श्लथते लभते न सुखं गुरुशोकपिशाचवशो मनुजः ॥७३५
પ્રબલ શેક રૂપી પિશાચને વશ વતી જીવ આમ તેમ દોડે છે, રૂદન કરે છે, પોકે પોક મુકી રેય છે, પછાડી ખાય છે, ઠેકર ખાતે ચાલે છે, કપડા ત્યજે છે, દુઃખ પામે છે, શ્લથીભૂત થાય છે અને કશામાં સુખ મેળવી શકતા નથી. ૭૩૫ क जपः क तपः क सुखं क शमः क यमः कदमः क
समाधिविधिः । क धनं क बलं क गृहं क गुणो बत शोकवशस्य नरस्य भवेत्॥
શકાકુલ મનુષ્યને જપ કે કે તપ કેવું, સુખ કેવું કે શાંતિ કેવી, યમ કેવો કે દમ (ઇંદ્રિય દમન) કે, સમાધિ કેવી કે ધ્યાન કેવું, ધન કેવું કે બલ કેવું, ઘર કેવું કે ગુણ કે, અર્થાત્ તે માંહેલું કાંઈ હોતું નથી.