________________
૨૮૪
ગયા પછી પાર બાંધે છે અને ચાલી ગયેલા સપના લીસોટા પર પીટ પાડે છે. सुरवम स मुष्टिहतं कुरुते सिकतोत्करपीडनमातनुते । श्रममात्मगतं न विचिन्त्य नरो भुवि शोचति यो मृतमस्तमतिः
જે મૂઢમતિ મનુષ્ય આ સંસારમાં પિતાના મરણ પામેલા ઈષ્ટ જન માટે શોક કરે છે તે વાસ્તવમાં પિતાના પરિશ્રમને કોપ ખ્યાલ ન કરી, આકાશને પિતાની મુષ્ટિથી પ્રહાર કરનાર અને રેતી પીલી તેલ કાઢવા ઈચ્છા રાખનાર મૂખે જનની સમાન છે. त्यजति स्वयमेव शुचं प्रवरः सुवचः श्रवणेन न मध्यमनाः । निखिलाङ्गिविनाशकशोकहतो मरणं समुपैति जघन्यजनः ।।
ઉત્તમ અને પિતાની મેળે શેક ત્યજે છે, મધ્યમ જને સદુપદેશના શ્રવણથી ત્યજે છે, જ્યારે કનિષ્ઠ મનુષ્ય અખિલ પ્રાણીવર્ગને વિનાશક એવા શકને વશ વર્તી પ્રાણ ગુમાવે છે. स्वयमेव विनश्यति शोककलिजननस्थितिभङ्गविदो गुणिनः । नयनोत्थजलेन च मध्यधियो मरणेन जघन्यमते विनः॥७३२॥
ઉત્પત્તિ, સ્થિતિ એને લયની પરિપાટીને સમજનાર ગુણીજનને શેક તે સ્વયં નષ્ટ થઈ જાય છે અને મધ્યમ બુદ્ધિ મનુષ્યને શક આંખમાંથી બે ચાર અથુ ખાળવાથી શાંત થાય છે પરંતુ અધમ બુદ્ધિ મનુષ્યને શોક તે મરણ સાથેજ જાય છે. विनिहन्ति शिरो वपुरातमना बहु रोदिति दीनवचाः कुशलः। कुरुते मरणार्थमनेकविधि पुरुशोकसमाकुलधोररवः ॥७३३॥