________________
૨૮૧
આયુષ્ય પૂર્ણ થયે ત્યાંથી ચાલી નીકળે છે. (અર્થાત્ મૃત્યુ વશ થાય છે.) बहुदेशसमागतपान्थगणः प्लवमेकमिवैति नदीतरणे ।। बहुदेशसमागतजन्तुगणः कुलमेति पुनः स्वकृतेन भवे ॥७२॥
જેમ અનેક જુદા જુદા દેશથી આવેલા વટેમાર્ગુઓ નદી ઉતરવાને એકજ નાવમાં બેસી નદી પાર થાય છે (અને ત્યાંથી સ્વકાર્યાનુસાર પિતાને રસ્તે પડે છે, તેમ પૂર્વોપાજીત કર્મના ઉદયથી અનેક દેશ દેશાંતરથી આવેલા જીવ મુસાફરે આ પૃથ્વીતલ પર એક કુલમાં ઉત્પન્ન થાય છે. (અને આયુષ્યના અંતે મરીને સ્વકર્માનુસાર જ્યાં ત્યાં ચાલ્યા જાય છે.) हरिणस्य यथा भ्रमतो गहने शरणं न हरेः पतितस्य मुखे । समवर्तिमुखे पतितस्य तथा शरणं बत कोऽपि न देहवतः।।७२२॥
જેમ ગાઢ વનમાં ભ્રમણ કરતાં હરણીઆને સિંહના પંઝામાં સપડાયા પછી કઈ શરણ નથી (બચાવવાને કઈ શક્તિમાન નથી, તેમ સંસારરૂપી ગહન વનમાં ભ્રમણ કરતાં પ્રાણને પણ કાલના મુખમાં પડયા પછી કઈ શરણ નથી, બચાવવાને કઈ સમર્થ નથી. सगुणं विगुणं सधनं विधनं सवृष्टं विषं तरुणं च शिशुं । चनमध्यगताग्निसमोऽकरुणः समवर्तिनृपो न परित्यजति।।७२३॥
- વનમાં લાગેલા દાવાનલ સમાન નિર્દયી યમરાજ, શું ગુણી કે શું નિર્ગુણી, શું ધની કે શું નિધન, શું ધર્મી કે શું પાપી, શું યુવા કે શું બાલ, કોઇને પણ છેડતા નથી.