________________
૨૭૯
ઘરમાં, વનમાં કે સ્વજન પરજનમાં કઈ સ્થળમાં તેને શાંતિ મળતી નથી. અર્થાત્ શેકથી મનુષ્ય શું નથી કરતો ? उदितः समयः श्रयतेऽस्तमयं कृतकः सकलो लभते विलयं । सकलानि फलानि पतन्ति तरोः सकला जलधि समुपैति नदी। सकलं सरसं शुषिमेति यथा सकलः पुरुषो मृतिमेति तथा। मनसेति विचिन्त्य बुधो न शुचं विदधाति मनागपि तत्त्वरुचिः॥
ઉદય પામેલો દિવસ (સમય) અવશ્ય અસ્ત થાય છે, જેની ઉત્પત્તિ છે તે સર્વને અવશ્ય વિનાશ છે, વૃક્ષ પરના સઘળાં ફળ અવશ્ય ખરી પડે છે, સમરત નદીઓ સમુદ્રને જઈ મળે છે, અને જે જે રસાદ્ર છે તે અવશ્ય શેષાઈ જાય છે, તેમ જે મનુષ્ય જન્મ ધારણ કરે છે તે અવશ્ય મૃત્યુવશ થાય છે એમ (સંસારની આ ઉત્પત્તિને નાશ યુક્ત સ્થિતિને) મનથી વિચાર કરી તત્વ રૂચિ બુદ્ધજન જરાએ શોક કરતા નથી. स्वजनोऽन्यजनः कुरुते न सुखं न धन न वृषो विषयो न भवेत् । विमतेः स्वहितस्य शुचा भविनः स्तुतिमस्य न कोऽपि करोतिबुधः॥ | સ્વહિત પ્રત્યે વિમૂઢ શેક ગ્રસ્ત મનુષ્ય સ્વજનમાં કે પરજનમાં આનન્દ મેળવી શકતો નથી, તેમજ ધન ધર્મ કે ઈંદ્રિય વિષયે તેને શાંતિકર લાગતાં નથી અને તેથી (કેઈ કાર્ય માટે ઉપયોગી ન રહેવા માટે) સજજન લોક તેની પ્રસંશા કરતા નથી. स्वकरार्पितवामकपोलतलो विगते च मृते च तनोति शुचं । भुवि यः सदने दहनेन हते खनतीह स कूपमपास्तमतिः ॥७१७॥