________________
૨૯૮
અનંત સંસારનું ઉલ્લંઘન કરવાને સેતુરૂપ. અને શિવસુખનું કારણ સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન, અને સમ્ય ચારિત્ર છે એમ જે મનુષ્ય હૃદય પૂર્વક માને છે તથા મિથ્યા દર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યા ચારિત્રને સર્વથા પરિહાર કરે છે તે મનુષ્યને નિમલ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે.
પ્રકરણ ર૯ મું.
શોક નિરાકરણ નિરૂપણ
તોટક છંદ पुरुषस्य विनश्यति येन सुखं वपुरेति कृशत्वमुपैत्यबलं । मृतिमिच्छति मूर्च्छति शोकवशस्त्यजतैनमतस्त्रिविधेनबुधाः।७१२
જે શોકને વશ પડવાથી મનુષ્યના સુખને નાશ થાય થાય છે. શરીર દુર્બલ થાય છે, નિર્બળતા પગદંડે જમાવે છે, મૂછી આવે છે અને મરણને શરણ થવાની પ્રબલ ઈચ્છા ભભૂકી ઉઠે છે (પાઠાંતર મરણ પણ પ્રાપ્ત થાય છે) તેથી હે બુદ્ધજને ! શેકને મન, વચન અને કાયાથી ત્યાજ્ય ગણો. वितनोति वचः करुणं विमना विधुनोति करौ चरणो च भृशं । रमते न गृहे न वने न जने पुरुषः कुरुते न किमत्र शुचा ।।७१३
શોકને વશ પડેલો મનુષ્ય નિર્મનસ્ક થઈ જાય છે. દીન વચન બોલે છે, હાથ પગ જોરથી પછાડે છે, અને