________________
जननमरणभीतिद्वंषरागावधृतिभजति तमिह धर्म कर्मनिर्मूलनाय ॥७०९॥
જે ધર્મથી ઇંદ્રિય ભેગથી વિરક્તિ થાય છે, દાન કરવામાં આસક્તિ થાય છે, શમ યમ અને દમ ધારણ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે, કામ રૂપી શત્રુને સંહાર થાય છે, જન્મ જરાની ભીતિ પ્રદીપ્ત થાય છે અને રાગ અને દ્વેષ નષ્ટ થાય છે, તેજ ધર્મનું આરાધન કર્મને જડમૂળથી ઉખેડી નાંખવાને માટે કરવું જોઈએ. गुणितनुभृति तुष्टिं मित्रतां शत्रुवर्ग
गुरुचरणविनीति तत्त्वमार्गप्रणीति । जिनपतिपदभक्ति दृषणानां तु मुक्ति विदधति सति जन्तौ धर्मसुत्कृष्टमाहुः ॥७१०॥
જે ધર્મના સેવનથી ગુણીજન ઈ સંતોષ થાય છે, શત્રુ પ્રત્યે મિત્ર ભાવનું આચરણ થાય છે સદ્ગુરૂના ચરણમાં નમન કરવાની બુદ્ધિ થાય છે, તત્વ માર્ગને વિષે દ્રઢ શ્રદ્ધા પ્રાપ્ત થાય છે, જિનેશ્વર પ્રભુના ચરણાવિંદની ભક્તિપુર્વક સેવાને સંચાર થાય છે અને દૂષણથી રહિત થવાય છે તેજ ઉત્તમ પ્રકારને ધર્મ કહેવાય છે. मनति मनसि यः सज्ज्ञानचारित्रदृष्टीः
शिवपदसुखहेतून्दीर्घसंसारसेतून् । परिहरति च मिथ्याज्ञानचारित्रदृष्टी
भवति विगतदोषस्तस्य मर्त्यस्य धर्मः ॥७११॥