________________
૨૯૨
અનુપમ ગુણ ગણના ધારક શીલ અને ચારિત્રવાન વિનીત મુનિઓને માર્દવ ધર્મ કહે છે.
कपटशतनदीष्णवैरिभिर्वश्चितोऽपि
निकृतिकरणदक्षोऽप्यत्र संसारभीरुः । तनुवचनमनोभिर्वक्रतां यो न याति गतमलमजुमानं तस्य साधोर्वदन्ति ॥६९९।।
આર્જવ. સેંકડો છલ કપટમાં નિપુણ વૈરિઓથી ઠગાયા છતાં પણ સ્વયં છલ કપટની વિદ્યામાં પ્રવીણ હોય તે પણ
જ્યારે ભવ ભીરૂ મનુષ્ય મન વચન અને કાયાથી જરાએ વક્રતા કરતા નથી, મુનિના તે ગુણને શુદ્ધ નિર્દોષ આર્જવ ગુણ કહેવાય છે.
કોધ, માન અને માયાના કરવાના કારણસદ્ભાવ છતાં તેમજ પોતે પણ તે કરવામાં સમર્થ હોવા છતાં (અને નહિ કે અસમર્થો ભવેત્ સાધુ) પણ તેનાથી મુક્ત રહેવું, તેને તેના પ્રતિકાર રૂ૫ ગુણને ક્ષમા માર્દવ અને આર્જવ કહેવામાં આવે છે. मदमदनकषायप्रीतिभूत्यादिभूतं
वितथमवितथं च प्राणिवर्गोपतापि । श्रवणकटु विमुच्य श्वापदेभ्यो हितं य
द्वचनमवितथं तत्कथ्यते तथ्यबोधैः ॥७००॥