________________
૨૪૬
આમ રાગથી રહિત છે. જેમાં જન્મ, જરા અને મૃત્યુરૂપી અતિ ભીષણ મળે ઉઠી રહ્યા છે, જે નાના પ્રકારના દુઃખ રૂપી મહા ભયાનક (અતિ ઉગ્ર) નક ચક (મગર મલ્યના સમુહ)ના ભ્રમણથી અત્યંત મલિન છે, વલી જેને અનેક આધિ વ્યાધિરૂપી નદીઓના પ્રવાહ આવી મળે છે, તે ભવાબ્ધિ મથે (સંસાર રૂપી સમુદ્ર મથે) સંસારને અતિ દુઃખથી ભરપુર જેઈને ચીસો પાડતાં પ્રાણીવર્ગોને જે રાગ દ્વેષ અને મેહે ધકેલી દીધાં છે તે અસુખના કરનારા રાગ દ્વેષ અને મેહરૂપી શત્રુઓને જેણે નાશ કીધા છે તેજ ખરેખરા આસ પુરૂષ–સર્વજ્ઞ દેવ છે. આણદેવ રાગદ્વેષ અને મેહ રહિત હોવા જોઈએ. देहाध येन शंभुगिरिपतितनयां नीतवान्ध्वस्तधैर्यो वक्षो लक्ष्मी सुरविट् पयसिजनिलयोऽष्टार्धवक्त्रो बभूव । गीर्वाणानामधीशो दशशतभगतामस्तबुद्धिः प्रयातः प्रध्वस्तो येन सोऽयं कुसुमशररिपुर्दैवमाप्तं तमाहुः ॥६४४॥ | સર્વજ્ઞ મદન વિજેતા હોય છે.
જે કામને વશ રહી મહાદેવ પાર્વતીને પિતાના અર્ધગમાં સ્થાન આપી ફરે છે, ધૈર્ય રહિત વિષ્ણુ તે લક્ષ્મીને સદા પોતાના વૃક્ષસ્થળ પરજ રાખે છે, જ્યારે બ્રહ્મા તેજ કામના પ્રતાપથી ચતુર્મુખ ધારણ કરી રહ્યા છે અને વળી દેવાધિપતિ ઈદ્ર મૂઢમતિ બની એક હજાર ચિનિને પ્રાપ્ત થયો છે તે પ્રબલ કામરૂપી શત્રુને જેણે પ્રવંસ કીધો છે તેજ સત્યતયા આસ દેવ છે.