________________
૨૪૪
रुध्यतेऽन्यकितवैनिषेध्यते वध्यते वचनमुच्यते कटु। नोद्यतेऽत्र परिभूयते नरो हन्यते च कितवो विनिन्द्यते ॥६३८॥ हन्ति ताडयति भाषते वचः कर्कशं रटति विद्यते व्यथां । संतनोति विदधाति रोधनं द्यूततोऽथ कुरुते न किं नरः॥६३९॥
જુગારી પુરૂષને અન્ય જુગારી રોકે છે, નિષેધ કરે છે, બાંધે છે, કર્ણ કટુ વચન સંભળાવે છે, ધક્કા મારે છે તિરસ્કાર કરે છે, મારે છે અને ધિકકારે છે, તેમ પોતે પણ બીજાને મારે છે, તાડન કરે છે, કર્કશ વચનો બોલે છે, પીડા ઉપજાવે છે, ખિન્ન થાય છે, પીડા પામે છે, (વ્યથિત થાય છે) અને રધન કરે છે અથવા ધૂતને વશ પડેલે મનુષ્ય શું નથી કરતા? जल्पितेन बहुधा किमत्र भो द्यूततो न परमस्ति दुःखदं । चेतसेति परिचिन्त्य सजनाः कुर्वते न रतिमत्र सर्वथा ॥६४०॥ | હે લકે ! બહુ કહેવાથી શું? એટલુંજ કે ઘૂતથી વિશેષ દુઃખદ દુનીઆમાં અન્ય કોઈ પદાર્થ નથી એમ બરાબર સમજી સજજને જુગારને વિશે રતિમાત્ર પણ પ્રેમ કરતા નથી. शीलवृत्तगुणधर्मरक्षणं स्वर्गमोक्षसुखदानपेशलं ।। कुर्वताक्षरमणं न तत्वतः सेव्यते सकलदोषकारणं ।।६४१॥
સ્વર્ગાપવર્ગનું સુખ દેવામાં કુશળ એવા શીલ, ચરિત્ર, સદ્ગુણ અને ધર્મનું રક્ષણ કરનાર વિદ્વાન, સમસ્ત દેષના કારણરૂપ જુગાર કદી પણ ખેલત નથી.