________________
૨૪૩
ધર્મ, અર્થ અને કામથી ઉત્પન્ન થતાં સુખને નાશક, સદોષનું આશ્રયસ્થાન અને મનુષ્યના દુશ્મન એવા જુગારીને સપત્તિ સાથે નિરંતર નિશ્રયથી આશ્વમાહિષ ( વૈર ) હોય છે. અર્થાત્ જુગારીને ત્યાં સંપત્તિ નિવાસ કરતી નથી.
यद्वशाद्वितयजन्मनाशनं युद्धराटिकलहादि कुर्वते ।
તેન શુષિવળા ન તન્ત્રતે ભૂતમત્ર મનસપિ માનવાઃ ||૬રૂખી જેને વશ પડવાથી મનુષ્યને લડાઈ ઝઘડા આદિ કરવા પડે છે અને તેથી આ લેાક અને પરલેાક અને લેાકના સુખનો નાશ થાય છે એવા વ્રતનું ઉત્તમ જના મનથી પણ સેવન કરતા નથી. द्यूतनाशितसमस्तभूतिको बम्भ्रमीति सकलां भुवं नरः । जीर्णवस्त्रकृतदेह संहतिर्मस्तका हितभरः क्षुधातुरः ||६३६॥
જુગાર ખેલતાં જ્યારે સમસ્ત સપત્તિ નષ્ટ થઇ જાય છે ત્યારે મનુષ્યને જુના ફાટત્યાં તુટાં વસ્ત્રોથી દેહ ઢાંકીને માથાપર ભાર વહેતા ને ભૂખથી ટળવળતા સમસ્ત પૃથ્વીપર ભ્રમણ કરવું પડે છે.
याचते नटति याति दीनतां लज्जते न कुरुते विडम्बनां । सेवते नमति याति दासतां द्यूतसेवनपरो नरोऽधमः ॥ ६३७॥
દ્યૂત સેવનમાં નિરત થએલે નરાધમ ભીખ માંગે છે, નટ થઈ નાચે છે, દીનતા દેખાડે છે, નિર્લજજ અને છે, વિડંબના કરે છે, સેવા કરે છે, નમન કરે છે અને દાસત્વ પણ સ્વીકારે છે.