________________
૨૩૭ જે પિતે બીજાને વિશ્વાસ નથી કરતી પણ તે કપટબુદ્ધિ બીજાઓને પિતાનામાં વિશ્વાસ કરાવે છે ) વળી જે કૃતની ઉપકારને તે જાણતી જ નથી તે વેશ્યાઓ હે સજને ! દુરથી ત્યજવા ગ્ય છે. (વેશ્યાઓને દૂરજ રાખો ને દૂરથીજ નવ ગજને નમસ્કાર કરે.) रागमीक्षणयुगे तनुकम्मं बुद्धिसत्त्वजनवीर्यविनाशं । या करोति कुशला त्रिविधेन तां त्यजन्ति गणिकां मदिरां वा ।।
મદિરાની માફક વેશ્યા પણ બુદ્ધિ બલ ધન અને વિર્યને સર્વથા નષ્ટ કરી નાંખે છે અને જેમ મદિરાપાનથી નેત્ર યુગમાં રકિત લાલાશ આવે છે અને શરીરમાં ધ્રુજારી છૂટે છે તેમ વેશ્યા પણ દષ્ટિમાત્રથી રાગ પ્રેમ ઉત્પન્ન કરે છે અને શરીરમાં કંપારી લાવે છે માટે તેને વિદ્વાનજન ત્રિવિધ મન વચન અને કાયાથી પરિહાર કરે છે. योपतापनपराग्निशिखेव चित्तमोहनकरी मदिरेव । देहदारणपटुश्छुरिकेव तां भजन्ति कथमापणयोषाम् ॥६१५॥
જે વેશ્યા અગ્નિની જ્વાલાની જેમ શરીરમાં દાહ (સંતાપ) ઉત્પન્ન કરનારી છે અને મદિરાની જેમ ચિત્ત વિભ્રમ કરનારી છે. વળી જે દેહનું વિદારણ કરવામાં છુરીની ગરજ સારે છે એવી વેશ્યાઓનું કેણ સેવન કરે ? सर्वसौख्यदतपोधनचौरी सर्वदुःखनिपुणा जनमारी। मर्त्यमत्तकरिबन्धनवारी निर्मितात्र विधिना परनारी ॥६१६॥
વિધિએ આ સંસારમાં સમસ્ત સુખને દેવાવાલું તપ રૂપી ધનનું હરણ કરનારી સર્વ દુઃખ દેવામાં નિપુણ અને