________________
૨૨૮ सर्वजनैः कुलजो जनमान्यः सर्वपदार्थविचारणदक्षः । मन्मथवाणविभिन्नशरीरः किं न नरः कुरुते जननिन्धं ॥५८३॥
જે ઉત્તમ કુલમાં ઉત્પન્ન થએલ છે, જેને સમસ્ત જગત માનનીય ગણે છે, જે સર્વ પદાર્થને જ્ઞાતા છે, અને સારાસારા વિચારમાં દક્ષ છે, તે પુરૂષ પણ જ્યારે મમથ બાણથી ઘવાય છે, તેનું શરીર મન્મથ બાણથી વિંધાય છે–વિદ્યારિત થાય છે, ત્યારે શું, તે નિંદવા ગ્ય કાર્ય આચરતે નથી? अह्नि रविदहतित्वचि वृद्धः पुष्पधनुर्दहति प्रवलोहें। रात्रिदिनं पुनरन्तरमन्तः संवृतिरस्ति रवेन तु कन्तोः ॥५८४॥
પ્રચંડ સૂર્ય માત્ર દિવસનાજ અને તે પણ કેવળ ત્વચા (ચામી)નેજ તપાવી શકે છે (બાળી શકે છે, અને તેને પણ છત્રી આદિથી પ્રતિકાર થઈ શકે છે, પરંતુ પુષ્પધન્વાને પ્રબલ અગ્નિ તે રાત દિવસ (અહોરાત્રી) અંતરદાહ ઉત્પન્ન કરે છે કે જેથી તેને કોઈ પણ પ્રતિકાર થઈ શકતું નથી. स्थावरजङ्गमभेदविभिन्नं जीवगणं विनिहन्ति समस्तं । निष्करुणं कृतपापकचेष्टः कामवशः पुरुषोऽतिनिकृष्टः ॥५८५॥ - કામાત પુરૂષ એટલે બધે પાપી દુષ્ટ અને નીચ થાય છે કે સ્થાવર અને જંગમ આ બે પ્રકારના જીવના ભેદને ગણકાર્યા વગર નિષ્કરૂણ હૃદયે-દયા રહિત પણે અસંખ્ય અને સંહાર કરે છે.