________________
ર૦૭ જ્યાં સુધી મનુષ્ય મદન બાણને વશ નથી થયો ત્યાં સુધી જ તે સર્વ સારાસાર વિચારમાં સમર્થ છે ત્યાંસુધી જ તે અખંડિત માન જાળવી શકે છે અને ત્યાંસુધીજ તે પિતાના આત્માને શુદ્ધ અને સન્માન મેગ્ય રાખી શકે છે. शोचति विश्वमभीच्छति द्रष्टुमाश्रयति ज्वरमृच्छति दाह । मुञ्चति भक्तिमुपैति विमोहं माद्यति वेपति याति मृतिं च ।।५८०॥ एवमपास्तमतिः क्रमतोऽत्र पुष्पधनुर्दशवेगविधूतः । किं न जनो लभते जननिन्द्यो दुःखमसामनन्तवाच्यम् ॥५८१॥ - કામદેવના બાણથી વિંધાએલ છે તેની કમશઃ દશ દશ દશાઓ થાય છે. તે શેચ કરે છે, પોતાની પ્રિયામય) સર્વ જગતને નિહાળે છે, તેને આલિંગન કરવાની ઈચ્છા થાય છે, કામન્વરથી પીડિત થાય છે, દાહ ઉત્પન્ન થાય છે, ભકિત ત્યજે છે, વિમૂઢ બને છે, ગાંડે બને છે, કાંપે છે, અને શેષમાં મૃત્યુવશ થાય છે. આવી રીતે જનનિંદ્ય જડબુદ્ધિ પુરૂષ અસહ્ય અવર્ણ અનન્તા દુઃખ શું નથી અનુભવતે? चिन्तनकीर्तनभाषणकेलिस्पर्शनदर्शनविभ्रमहास्यैः । अष्टविधं निगदन्ति मुनीन्द्राः काममपाकृतकामविवाधाः ॥५८२॥
જેઓએ કામની બાધાઓ નિર્દૂલ કરી છે (બાધાકારી શક્તિને ઉચછેદ કર્યો છે, તે મૂનદ્રોએ (પ્રિયાના વિયેગમાં) ચિંતન, કીર્તન, (અને સંગમાં) ભાષણ, કેલિ, સ્પર્શન, દર્શન, વિભ્રમ અને હાસ્ય એ આઠ ભેદથી કામ બાધાઓ વર્ણવી છે.