________________
૨૨૬ સ્વજન કે પરજનમાં તેમને શાંતિ મળતી નથી, તેઓને એક ક્ષણને સમય પણ એક વર્ષ જેટલો દીઘ કાલ લાગે છે. सर्वजनेन विनिन्दितमूर्तिः सर्वविचारबहिर्भवबुद्धिः । सर्वजनप्रथितां निजकीर्ति मुश्चति कन्तुवशो गतकान्तिः ॥५७६॥
કામી પુરૂષની સર્વ લેક નિન્દા કરે છે, તે નિબુદ્ધિ વિચારશુન્ય અને નિસ્તેજ બને છે, અને આખી દુનીઆમાં વિસ્તારેલી પોતાની કીર્તાિને ગુમાવી બેસે છે. भोजनशीतिविहाररतानां सज्जनसाधुवतां श्रमणानां । आममपामिव पात्रमपात्रं ध्वस्तसमस्तसुखो मदनातः ॥५७७॥
| સર્વ સુખ નષ્ટ થયા છે જેના, (સર્વ સુખને નાશ કર્યો છે જેણે) એ મદન બાણથી પીડિત પુરૂષ, ભજન શયન અને વિહાર ધર્મમાં આનન્દ માનનારા સાધુઓ, તેને પાણીના કાચા માટીના ઘડાની જેમ અપાત્ર ગણે છે. चारुगुणो विदिताखिलशास्त्रः कर्म करोति कुलीनविनिन्छ । मातृपितृस्वजनान्यजनानां नैति वशं मदनस्य वशो ना ॥५७८॥
મદનને વશીભૂત થએલે પુરૂષ સદગુણશીલ હોવા છતાં પણ, તેમજ નિખિલ સત્ શાસ્ત્રોને વેત્તા હોવા છતાં પણ, કુલીન લેકને નિંઘ એવું અયોગ્ય કાર્ય કરી બેસે છે, અને માતા પિતા સ્વજન, અને પરજનની અવજ્ઞા કરે છે. तावदशेषविचारसमर्थस्तावदखण्डितमूर्छति मानं । तावदपास्तमलो मननीयो यावदनङ्गवशो न मनुष्यः ।।५७९॥