________________
૨૨૯ निष्ठुरमश्रवणीयमनिष्टं वाक्यमसामवद्यमहृद्यं । जल्पति वक्रमवाच्यमपूज्यं मद्यमदाकुलवन्मदनातः ॥५८६॥
જેમ દારૂના નિશાથી ઉન્મત્ત બનેલો પુરૂષ યદુ તદ્ બકે છે તેમ મદનેત્મત્ત પુરૂષ પણ અતિ નિષ્ફર અશ્રવણીય, (સાંભળતાં કાનના કીડા ખરી પડે તેવા કર્ણ કટુ) અનિષ્ટ, અસહ્ય, નિંઘ, અપ્રિય, વક, અવાચ્ય અને
અપૂજ્ય વચને વદે છે. स्वार्थपरः परदुःखमविद्वान्प्राणसमानपरस्य धनानि । संसृतिदुःखविधावविदित्वा पापमनङ्ग वशो हरतेऽङ्गी ॥५८७॥
સંસારના ઉગ્રતમ પાપની ઉપેક્ષા કરતા, (પાપોને ન જાણવાથી) પરદુઃખ પ્રત્યે અંધ, સ્વાર્થ પરાયણ (સ્વાર્થમાં ચકચુર) કામાતુર પુરૂષ બીજાના પ્રાણસમાં ધનનું હરણ કરી લે છે. योऽपरचिन्त्य भवार्णवदुःखमन्यकलत्रमभोप्सति कामी । साधुजनेन विनिन्धमगम्यं तस्य किमत्र परं परिहार्य ।।५८८॥
જે કામી પુરૂષ ભદધિના દુઃખને જરા વિચાર કર્યા વગર સજજનેથી નિંદાએલ, ગમન કરવા અયોગ્ય, પરસ્ત્રી ભેગવવાની ઈચ્છા કરે છે તે બીજું શું ત્યજી શકે તેમ હોય? तापकरं पुरुषातकमूलं दुःखशतार्थमनर्थनिमित्तं । लाति वशः पुरुषः कुसुमेषोर्ग्रन्थमनेकविधं बुधनिन्धं ॥५८९॥
કુસુમાયુધને (કામ) વશ પડેલો પુરૂષ, સંતાપ કરનાર મહાપાપનું મૂલ, સેંકડે દુઃખનું ઉત્પાદક, મહા અનર્થનું કારણ બુધજન સિંઘ એવા નાના પ્રકારના પરિગ્રહ સેવે છે..