________________
૨૧
પ્રકરણ ૨૨ મું.
મધુનિષેધ નિરૂપણ, मध्वस्यतः कृपा नास्ति पुण्यं नास्ति कृपां विना । विना पुण्यं नरो दुःखी पर्यटेद्भवसागरे ॥५४९॥ | (અસંખ્ય છની ઘાતથી જેની પ્રાપ્તિ થાય છે એવું) મધ ખાનારને દયા હોતી નથી અને દયા વિના પુણ્ય નથી અને પુણ્ય વગર મનુષ્ય દુઃખી થઈ ભવસાગરમાં ગોથાં ખાય છે. एकैकोऽसंख्यजीवानां घाततो मधुनः कणः। निष्पद्यते यतस्तेन मध्वस्यति कथं बुधः ॥५५०॥ | મધને એક એક કણ અસંખ્ય જીવોના ઘાતથી પ્રાપ્ત. થાય છે તેથી (અસંખ્ય અસંખ્ય જીવોના ઘાતથી મધનું એક કણ પ્રાપ્ત થાય છે તેથી) બુદ્ધિશાલી જને મધ. કેમ ખાય? ग्रामाणां सप्तके दग्धे यद्भवेत्सर्वथा नृणां । पापं तदेव निर्दिष्टं भक्षिते मधुनः कणे ॥५५१॥
સાત ગામ જલાવી દેવામાં જેટલું પાપ થાય છે તેટલું પાપ, મધનું એક કણ ખાવામાં થાય છે એમ આપ્ત જનેએ. નિર્દિષ્ટ કરેલ છે. एकैकस्य यदादाय पुष्पस्य मधु संचितं । किंचिन्मधुकरीवगैस्तदप्यश्नन्ति निघृणाः ॥५५२॥