________________
૧૫
यस्माद्देही जगति लभते नो विना भोजनेन तस्माद्दानं स्युरिह ददता ताः समस्ताः प्रशस्ताः ४८१॥
આ સંસારમાં મનુષ્યને નીતિ, લક્ષ્મી, શ્રુતિ, બુદ્ધિ, પ્રતિ, તિ, ભક્તિ, પ્રતીતિ, પ્રીતિ, જ્ઞાન, સ્મૃતિ, રતિ, યતિ, કીર્તિ, શક્તિ અને પ્રગતિ આહાર વિના સમ્યક પ્રકારે પ્રાપ્ત થઈ શકતા નથી. એટલા માટે આહારદાન આપવું જેથી તે સર્વે પ્રશસ્ત રીતે મેળવી શકાય. दर्पोद्रेकव्यसनमथनक्रोधयुद्धप्रबाधापापारम्भक्षतिहतधियां जायते यनिमित्तं । यत्संगृह्य श्रयति विषयान्दुःखितं यत्स्वयं स्याघदुःखाढ्यं प्रभवति न तच्छाध्यतेऽत्र प्रदेयं ॥ ४८२ ॥
| મુનિઓને શું ન આપવું જે પદાર્થથી પાપ અને આરંભ રહિત મુનિઓને અહંકાર ઉદ્દભવ થાય, દુઃખ ઉત્પન્ન થાય, નાશની બુદ્ધિ થાય, ક્રોધને પ્રાદુર્ભાવ થાય, લડાઈ ઝઘડાની બાધા ઉભી થાય, અને જેના સબંધથી ઈંદ્રિયાર્થ સેવનની વૃત્તિ થાય તેમજ પિતે દુઃખી થાય એવા દુઃખપૂર્ણ પદાર્થ મુનિઓને કદી. પણ આપવા નહિ. साधु रत्नत्रितयनिरतो जायते निर्जिताक्षो धर्म धत्ते व्यपगतमलं सर्वकल्याणमूलं । रागद्वेषप्रभृतिमथनं यद्गृहीत्वा विधत्ते तदातव्यं भवति विदुषा देयमिष्टं तदेव ॥ ४८३ ॥