________________
૧૯ મુનિઓને શું આપવું. જે પદાર્થના ગ્રહણ કરવાથી સાધુઓ રત્નત્રયિમાં (સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર) નિરત થાય, વિજીતેંદ્રિય થાય, સર્વ કલ્યાણનું મુલ એવા દેષ રહિત ધમરાધનમાં તત્પર થાય, અને રાગ દ્વેષાદિ દેને ઉમૂલ કરી. નાંખે તેવા પદાર્થો સાધુઓને આપવા અને તેજ દાન ઈષ્ટ છે.
તાત્પર્ય કે-જે પદાર્થના સેવનથી મુનિઓને આત્મા કલુષિત થાય તેવા પદાર્થો તેઓને કદિ પણ આપવા નહિ, પણ જેના સેવનથી તેઓ આત્મ ધર્મમાં દ્રઢ થાય એવા હિતાવહ પદાર્થો આપવા. धर्मध्यानव्रतसमितिभृत्संयतश्चारुपात्रं व्यावृत्तात्मा सहननतः श्रावको मध्यमं तु । सम्यग्दृष्टिव॑तविरहितः श्रावकःस्याज्जघन्यमेवं त्रेधा जिनपतिमते पात्रमाहुः श्रुतज्ञाः ॥ ४८४ ॥
જન મતમાં શ્રુતજ્ઞ પુરૂષોએ દાન દેવાને એગ્ય ત્રણ પ્રકારના પાત્રોવર્ણવ્યા છે. પ્રથમ તે ધર્મધ્યાન વૃત અને સમિતિના પાળવા વાલા સંયત મુનિઓ તે ઉત્કૃષ્ટ પાત્ર છે. મધ્યમ પાત્ર તે ત્રશજીવની હિંસાથી વિરત એવા શ્રાવકે અને અવિરતિ સમ્યક્ દષ્ટિ શ્રાવકે તે ત્રીજું જઘન્ય પાત્ર છે. यो जीवानां जनकसदृशः सत्यवाग्दत्तभोजी सप्रेमस्त्रीनयनविशिखाभिन्नचित्तः स्थिरात्मा । द्वेधा ग्रन्थादुपरतमनाः सर्वथा निर्जिताक्षो दातुं पात्रं व्रतपतिममुं वर्यमाहुर्जिनेन्द्राः ॥ ४८५ ॥