________________
અને રજોગુણને અપહરીને સત્વગુણને આવિષ્કાર કરે છે),. બુદ્ધિ સતેજ કરે છે, સુખ આપે છે, ન્યાયાચરણ તરફ પ્રેરે છે, ધર્મમાં બુદ્ધિને સુદઢ બનાવે છે અને પાપબુદ્ધિને અપહરે છે, અથવા સત્સંગતિ શું શું નથી કરતી? अस्यत्युच्चैः शकलितवपुश्चन्दनो नात्मगन्धं नेक्षुर्यन्त्रैरपि मधुरतां पीडयमानो जहाति । यद्वत्स्वर्ण न चलति हिताच्छिन्नघृष्टोपतप्तं तद्वत्साधुः कुजननिहतोऽप्यन्यथात्वं न याति ॥ ४६९ ॥
ચંદનને ખંડ ખંડ કરવામાં આવે તે પણ પિતાની સુગંધથી રહિત થતું નથી. શેરને કેલ્હામાં (ચીચોડામાં). પીલવામાં આવે તે પણ પોતાની મધુરતા (મીઠાશ) છોડતી નથી. સુવર્ણ જેમ ટુકડા કરવાથી, ઘસવાથી અને તપાવાથી પિતાની કાંતિથી ચલિત થતું નથી, તેમ સંપુરૂષ દુર્જનથી પીડા પામતે છતાં પણ પોતાની સજજનતાને ત્યાગ કરતું નથી. यद्वद्भानुर्वितरति करैर्मोदमंभोरुहाणां शीतज्योतिः सरिदधिपति लब्धवृद्धिं विधत्ते । वार्दो लोकानुदकविसरैस्तर्पयत्यस्तहेतुसतद्वदोषं रचयति गुणैः सज्जनः प्राणभाजां ।। ४७० ॥
જેવી રીતે સુર્ય પિતાના કિરણોથી પઘોને પ્રફુલ્લિત કરે છે, જેમ ચંદ્રમા સાગરની વૃદ્ધિ કરે છે, અને જેમ વાદળા વષદ્વારા લોકેને તૃપ્ત કરે છે, તેમ સજજન પુરૂષ પણ સ્વાર્થ વિના લેકેના દેને ગુણરૂપે ગ્રહણ કરે છે.