________________
૧૯૪
सम्यग्धर्मव्यवसितपरः पापविध्वंसदक्षो मित्रामित्रस्थिरसममनाः सौरव्यदुःखेकचेताः ।
ज्ञानाभ्यासात्प्रशमितमदक्रोधलोभप्रपञ्चः सत्ताढयो मुनिरिव जन सज्जनो राजतेऽत्र ॥ ४५८ ॥
શ્રેષ્ઠ આચરણવાળા સજ્જન પુરૂષ સત્ચારિત્રવાન મુનિની માફક આ લેાકને વિષે શાલે છે. બન્ને સત્ય ધમ'માં પ્રવૃત્ત રહેનારા છે, પાપના વિધ્વંસ કરવામાં કુશળ છે, મિત્ર અને શત્રુ પ્રત્યે સમભાવવાળા છે, સુખ અને દુઃખ સરખા માની લેનારા છે, અને જ્ઞાનના અભ્યાસથી ક્રોધ, માન, માયા, અને લાલને શાંત કરનારા છે. यः प्रीत्तुङ्ग परमगरिमा स्थैर्यवान्वा नगेन्द्रः पद्मानन्दी विहित डिमो भानुवद्धतदोषः । शीतः सोमोऽमृतमयवपुश्वन्द्रवद् ध्वान्तघाती पूज्याचारो जगति सुजनो भात्यसौ ख्यातकीर्तिः ॥ ४५९॥
જેમ પર્યંત ઊંચા, વિસ્તારવાળા અને સ્થિર હોય છે, તેમ સજ્જન પણ ઉન્નતિ, પ્રભુતા અને ધૈય (અડગવૃત્તિ) વાન હાય છે, જેમ સૂર્ય કમળાને વિકસાવનાર છે, શીતળતાના નાશ કરનાર છે અને રાત્રિને દુર કરનાર છે, તેમ સજ્જન લક્ષ્મીથી આન ંદિત રહેનાર છે. જડતા દુર કરનાર છે અને દ્વેષને દેશવટા આપનાર છે અને ચંદ્રની જેમ શાંત, અમૃતમય અને (અજ્ઞાન) અધકારના નાશ કરનાર છે આવી રીતે (ચંદ્ર, સૂર્ય, અને પર્વત સમ) પૂજ્ય આચારવાળા સત્પુરૂષની કીતિ જગતમાં પ્રસિદ્ધિને પામે છે.