________________
આ લોકને વિષે સત્યરૂષે દિવસની માફક શેભી નીકળે છે જેમ દિવસ તંદ્રા (નિન્દ્રા)ને નાશ કરનાર છે તેમ સજીન જડતાને હરનાર છે, દિવસ જેમ આ સંસારરૂપી ગ્રહણ અદભૂત તત્વોને દેખાડનાર છે તેમ સજન પણ સાંસારિક તને બતાવવાવાળે છે, (બન્ને સત્ય માર્ગના પ્રગટ કરનારા છે), દિવસ જેમ ચંદ્રની જ્યોતિને નાશ કરે છે તેમ સજનપણ દેષને સમુહ એવા દુર્જનની કાંતિને નાશ કરે છે, દિવસ જેમ પદ્મને વિકસિત કરે છે તેમ સજન પણ લક્ષમીને પુષ્ટ કરે છે, દિવસ જેમ અંધકારને નાશ કરે છે તેમ સજન અજ્ઞાનરૂપી અંધકાર નસાડે છે, દિવસ જેમ સૂર્યના પ્રતાપને પ્રગટ કરે છે તેમ સર્જન પણ મિત્રના એશ્વર્યને જાહેરમાં લાવે છે, અને દિવસ જેમ તેજથી શોભે છે તેમ સજીન પણ પિતાના પ્રતાપથી શોભી નીકળે છે. ये कारुण्यं विदधति जने सापकारेऽनपेक्षा मान्याचारा जगति विरला मण्डनं ते धरित्र्याः। ये कुर्वन्ति ध्रुवमुपकृति स्वस्य कृत्यप्रसिद्धयै माः सन्ति प्रतिगृहममी काश्यपीभारभूताः ॥४५७॥ - જે લોકે ફળની અપેક્ષા વિના અપકાર કરનારા પ્રત્યે પણ કરૂણા દાખવે છે (રહેમ નજરથી જુવે છે) એવા ઉત્તમ આચારવાળા આ પૃથ્વીને મંડળરૂપ વિરલાજ ન જગતમાં હોય છે. પરંતુ સ્વાર્થ બુદ્ધિથી પિતાના કાર્યની સિદ્ધિને અર્થે જેઓ અન્ય પ્રત્યે ઉપકાર કરે છે તેવા પૃથ્વીને ભારભુત જેને તે ઘેરઘેર દ્રષ્ટિગોચર થાય છે.