________________
૧૮૨
वार्धेचन्द्रः किमिह कुरुते नाकिमार्ग स्थितोऽपि वृद्ध वृद्धिं श्रयति यदयं तस्य हानौ च हानिं । अज्ञातो वा भवति महतः कोऽप्यपूर्वस्वभावो देहेनापि व्रजति तनुतां येन दृष्ट्वान्यदुःखं ।। ४५४ ॥ આકાશમાં પણ દુર રહેલા ચંદ્ર સાગરને કઈક ઉપકાર કરે છે કે જેથી તે ચંદ્રમાની વૃદ્ધિ સાથે વૃદ્ધિ પામે છે અને ચંદ્રમાની ક્ષીણ કળાથી તે ક્ષીણ થાય છે. મહાપુરૂષોના સ્વભાવ જ કોઈ અપુર્વજ છે કે જેથી બીજાનું દુઃખ દેખીને પોતે માનસિક પીડા અનુભવે છે એટલુંજ નહીં પણ શરીરમાં પણ તેઓ ક્ષીણ થતા જાય છે. सत्यां वाचं वदति कुरुते नात्मशंसान्यनिन्दे नो मात्सर्य श्रयति तनुते नापकारं परेषां । नो शप्तोऽपि व्रजति विकृति नैति मन्युं कदाचित्केनाप्येतन्निगदितमहो चेष्टितं सज्जनस्य ॥ ४५५ ॥
સજ્જના હમેશાં સત્ય ખેાલે છે, આત્મશ્લાઘા અને પરનિંદાથી મુક્ત રહે છે, મત્સર ધારણ કરતા નથી, પરને પીડાકારી કાર્ય આચરતા નથી, તેમને શ્રાપ દેવાથી પણ જેનું મન ક્ષુબ્ધ થતું નથી અને કદાપિ પણ કાપ ધારણ કરતા નથી, આવું સત્પુરૂષનું આચરણુ કાણુ વર્ણવી શકે ?
नश्यत्तन्द्रो भुवनभवतोऽद्भूततच्चप्रदर्शी सम्यमार्गप्रकटनपरो ध्वस्तदोषाकरश्रीः । पुष्यत्पद्मो गलिततिमिरो दत्तमित्रप्रतापो राजत्तेजा दिवससदृशः सज्जनो भाति लोके ॥ ४५६ ॥