________________
૧૮૧
यो नाक्षिप्य प्रवदति कथां नाभ्यसूयां विधत्ते न स्तौति स्वं हसति न परं वक्ति नान्यस्य मर्म । हन्ति क्रोधं स्थिरयति शमं प्रीतितो न व्ययीति सन्तः सन्तं व्यपगतमदं तं सदा वर्णयन्ति ॥ ४५२ ॥
જે કટાક્ષ યુક્ત આક્ષેપ વાળા વચન બોલતે નથી જે બીજાના ગુણોમાં દોષારોપણ કરતું નથી, આત્મ શ્લાઘા કરતું નથી અને બીજાના અવગુણોની હાંસી કરતું નથી તેમજ તેમના ગૂઢમમેં ઉઘાડા પાડતે નથી ક્રોધને હણે છે ક્ષમા ધારણ કરે છે અને ગર્વને જેણે જડમુળથી ઉખેડી નાંખેલ છે તેવા પુરૂષને સજજને સર્વદા શ્રેષ્ઠ ગણે છે.
धृत्वा धृत्वा ददति तरवः सप्रणामं फलानि प्राप्तं प्राप्तं भुवनभृतये वारि वार्दाः क्षिपन्ति । इत्वा हत्वा वितरति हरिदन्तिनः संश्रितेभ्यो भो साधूनां भवति भुवने कोऽप्यपूर्वोऽत्र पन्थाः ॥४५३॥
લાંબા સમય સુધી પરિશ્રમ પુર્વક ફળને ધારણ કરીને વૃક્ષે નમ્રતા પુર્વક (નમીને) ફળ આપે છે, જમીન પરથી જળને વરાળરૂપે ગ્રહણ કરીને વાદળાં તેજ જમીનના પિષણ અર્થે ફરી વર્ષાદરૂપે પાણી અર્પણ કરે છે, અને સિંહ હાથીઓને હણીને પિતાના આશ્રિતેને ભક્ષ અર્પણ કરે છે, આવી રીતે આ જગતમાં સજજન પુરૂષની ઉપકાર કરવાની રીત કઈ (અપૂર્વ) ન્યારીજ છે.