________________
- પ્રકરણ ૧૮ મેં
સજજન નિરૂપણું, ये जल्पन्ति व्यसनविमुखां भारतीमस्तदोषां ये श्रीनीतिद्युतिमतिधृतिप्रीतिशान्तीददन्ते । येभ्यः कीर्तिविगलितमला जायते जन्मभाजां शश्वत्सन्तः कलिलहतये ते नरेणात्र सेव्याः ॥ ४५० ॥
જે લોકે દોષ રહિત અને અન્યને પીડા ન ઉપજાવે તેવી વાણી વદે છે, જેઓ લક્ષ્મી, નીતિ, વૃતિ, મતિ, ધૃતિ, પ્રીતિ, અને શાન્તિ આપે છે અને જેનાથી નિર્મળ કીતિ લેકે પ્રાપ્ત કરે છે તેવા સજજને પાપ નિવારણ અર્થે મનુષ્યએ હમેશા સેવવા યેગ્ય છે. नैतच्छयामा चकितहरिणीलोचना कीरनाशा मृद्वालापा कमलवदना पक्कबिम्बाधरोष्ठी । मध्ये क्षामा विपुलजघना कामिनी कान्तरूपा यन्निर्दोषं वितरति सुखं संगतिः सज्जनानां ॥ ४५१ ॥
સજજનેની સંગતિથી જે નિર્દોષ સુખ પ્રાપ્ત થાય છે તે સુખ વા આનંદ, હરણ જેવા ચકિત શ્યામ ને વાળી, પોપટ જેવા નમણા નાકવાળી, મૃદુભાષિણી, કમળ મુખી, પાકેલા બિસ્મફળ જેવા રક્ત ઓષ્ટવાળી, પાતળી કમરવાળી, સ્થૂલ નિતમ્બીની (જંઘા વાળી) અને સ્વરૂપવતી સ્ત્રીની સંગતિથી પણ મળી શકતું નથી.