________________
છે, જ્યારે ગુજરાતી ભાષાંતરથી અલંકૃત થઈ આ ગ્રંથ પ્રકટ થાય છે ત્યારે તેવા અભ્યાસીઓને અભ્યાસમાં વિશેષ સુગમતા થશે.
મૂળ ગ્રંથ સંવત ૧૮૫૦ માં રચવામાં આવ્યો હતો તે વાત ગ્રંથની પ્રશસ્તિ પરથી સ્પષ્ટ માલમ પડે છે. ગ્રન્થકતએ આ ગ્રંથ ઉપરાંત નીચે દર્શાવેલા ગ્રંથ રચ્યા છે તેમાંથી ચાર પ્રજ્ઞપ્તિ ગ્રંથો હજી સુધી ઉપલબ્ધ થયા નથી.
(૧) ધર્મપરીક્ષા (૨) શ્રાવકાચાર (૩) પંચસંગ્રહ (૪) ભાવના ધાવિંશિકા (૫) જંબૂદીપ પ્રાપ્તિ (૬) ચંદ્રપ્રજ્ઞપ્તિ (૭) સાદ્ધક્રયદીપ પ્રાપ્તિ, () વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, (૯) યોગસાર પ્રાભૂત.
ભાવના કાત્રિશિકામાં પણ પ્રસ્તુત ગ્રંથ જેવાંજ સુંદર કાવ્યો છે.
હવે ભાષાંતર પર આવીએ. સામાન્યતઃ ભાષાંતર સારું થયું છે, પરંતુ કેટલે સ્થળે જોઈએ તેવું વિસદ નથી અને કેટલે સ્થળે ભૂલ રહી ગઈ છે, છતાં મને ખાત્રી છે કે આવા ઉપયોગી ગ્રંથની ગુજરાતી ભાષાંતર સહિત એક આવૃત્તિ થઈ છે. તે જે થોડા દેષ ભાષાંતરમાં રહી ગયા છે તે બીજી આવૃત્તિમાં સુધરી જશે. મારે એ નેધવું જરૂરી છે કે સદગત દયાલ ગંગાધર ભણસાલીના
જ્યેષ્ઠબંધુ શ્રીયુત હીરજી ગંગાધર ભણસાલીએ આ ગ્રંથનું ભાષાંતર પૂરું કરવાનું તેમજ સંપાદન કરવાનું કાર્ય ઘણું યોગ્ય ગૃહસ્થના હાથમાં મૂક્યું છે, અને તે કાર્ય ઘણું સુંદર થયું છે. સંપાદક મહાશય શ્રીયુત ભેગીલાલ અમરતલાલ જવેરીએ કરેલું આ લોકોનું ભાષાંતર સારું થયું છે.
મેહનલાલ ભગવાનદાસ ઝવેરી.