________________
આ ભાષાંતર સંબંધી વિદ્વાનોના અભિપ્રાય.
રા. રા. મેહનલાલ ભગવાનદાસ જવેરી. બી.એ. એલ. એલ બી. સોલીસીટર ઉક્ત ભાષાંતર સબંધી પિતાને અભિપ્રાય લખતાં જણાવે છે કે –
શ્રી અમિતગતિસૂરિ કૃત “ સુભાષિત રત્નસંદેહ” નામક સુભાષિત કોના સંગ્રહનું ભાષાંતર સગત શ્રીયુત દયાળ ગંગાધર ભણસાલી બી. એ. એમણે કર્યું છે અને આશરે સે કેનું ભાષાંતર જે અધુરૂં રહેલું તે સદગતના મિત્ર શ્રીયુત ભેગીલાલ અમરતલાલ જવેરીએ સદગતના મૈત્રીના સ્મરણમાં પૂરું કર્યું છે. એ રીતે સમગ્ર ગ્રંથ ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી વાંચકેના કરકમળમાં પ્રાપ્ત થાય છે.
મૂળ ગ્રંથ ઘણે રસપ્રીય છે અને શૃંગાર તેમજ વૈરાગ્યના રંગથી રંગાયેલ છે. કાવ્યરચના અત્યંત સુંદર અને હદયસ્પર્શી છે; સુભાષિત વિષયમાં હોવું જોઈએ તેમને સ્મૃતિ પટ પર ન ભૂંસાય એવી છાપ પાડે છે. શૈલી વિશદ અને યમકાદિ શાબ્દિક ચમત્કારો વાળી છે. આ ગ્રંથમાં વીસથી પચીશ કોના બત્રીસ પ્રકરણે છે. વિષયસુખ નિરાકરણ, માયા અહંકાર નિરાકરણ ઈન્દ્રિય નિગ્રહ ઉપદેશ, સ્ત્રીગુણદોષવિચાર વિગેરે એ પ્રકરણોના વિવિધ વિષયો છે, છેવટના પ્રકરણમાં શ્રાવકાચારને વિષય છે એવી વિષય વિવિધતાને લઇને સામાન્ય જનતાને આ ગ્રંથ આકર્ષક નિવડે એમ છે.
આ સુભાષિત સંગ્રહ વાંચતાં ભતહરિના શતકે સહજ યાદ આવે છે અને ગ્રંથમાં કેટલા કલેકે ઘણું સામ્યતાવાળા છે. ભ4હરિના શતકો જેમ સંસ્કૃતના અભ્યાસીને પ્રાથમિક પાઠયપુસ્તક તરીકે ઉપયોગી છે. તેમ આ ગ્રન્થ પણ બહુ ઉપયોગી નીવડે તેમ