________________
ર
3. હે જીવ, વ્યાધિરૂપી વ્યાધ્રોથી ભરેલા આ સંસારરૂપી ઘાડ વનમાં, અનાદિકાળમાં ભમવાથી જ્વલાયમાન થયેલા અગ્નિસમાન અને અત્યંત દુઃખ દેવાવાલા કર્મોને સંચય કરે છે, તેઓને બાળી નાંખી નિરાબાધ નિત્ય અને આપત્તિ રહિત મેક્ષ સુખને આપનાર, અને બાહ્ય અને અંતરંગ બંને પ્રકારના પરિગ્રહોથી રહિત, સર્વજ્ઞ વીતરાગે કથન કરેલા તપમાં સંતોષ માન એટલે તપ તરફ માનની લાગણીથી જે. एको मे शाश्वतात्मा सुखमसुखभुजो ज्ञानदृष्टिस्वभावो नान्यत्किंचिनिजं मे तनुधनकरणभ्रातृभार्यासुखादि । कर्मोद्भूतं समस्तं चपलमसुखदं तत्र मोहो मुधा मे पर्यालोच्येति जीव ! स्वहितमवितथं मुक्तिमार्ग श्रय त्वं ॥४१६॥ - આ સંસારમાં મારે આત્મા એકલે શાશ્વત છે. જે સુખ સ્વરૂપ અને જ્ઞાન-દર્શન સ્વરૂપને ધારક છે. બીજું કાંઈપણ-શરીર, ધન, ઈંદ્રિયે, ભાઈ સી ભાર્યા સુખ વિગેરે મારાં નથી. તેઓ સર્વ કર્મોથી ઉપાર્જન થયેલાં ચપળ અને દુઃખનાં કરનારાં છે. માટે તેના તરફનો મેહ વ્યર્થ છે. એવી રીતને વિચાર કરી હે જીવ, પરમ હિતકારી અને સત્યભૂત મોક્ષમાર્ગનું રક્ષણ લે. ' ये बुध्यतेऽत्र तत्वं न प्रकृतिचपलं तेऽपि शक्ता निरोद्धं प्रोद्यत्कल्पांतवातक्षुभित जलनिधि स्फीत वीचिस्यदं वा। प्रागेवान्ये मनुस्यास्तरलतरमनुवृत्तयो दृष्टनष्टास्तचेतश्चेदृगेतत्स्थिरपरमसुख त्वं तदा किं न यासि ॥४१७॥ ..