________________
૨૫૩
જઠર નરેશ્વરને વશ થએલો પ્રાણી, જે દુખ નિમિત્ત અને લજજાવનાર કૃત્ય આ દુનિઆમાં છે તે સર્વે કરે છે. अर्थः कामो धर्मों मोक्षः सर्वे भवन्ति पुरुषस्य । तावद्यावत्पीडां जाठरवहिन विदधाति ॥ ३९५॥
જ્યાં સુધી જઠરાનલ પીડા કરતું નથી ત્યાં સુધી જે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ સર્વે પુરૂષાર્થ મનુષ્ય સાધે છે. एवं सर्वजनानां दुःखकरं जठरशिखिनमतिविषमं ।। संतोषजलैरमलैः शमयन्ति यतीश्वरा ये ते ॥ ३९६ ॥
આ પ્રમાણે આવી રીતે સર્વ જનને દુખકર જઠર રૂપી વિષમાગ્નિને જેઓ શુદ્ધ સંતોષરૂપી જલથી સમાવે છે તે યતીશ્વર છે. ज्वलितेऽपि जठरहुतभुजि कृतकारितमोदितैन वाहारैः। कुर्वन्ति जठरपूर्ण मुनिवृषभा ये नमस्तेभ्यः ॥ ३९७ ॥
જઠરાનલ દુખતો હોય છતાં પણ કૃત, કારિત, અને અનુદિત એ ત્રણ પ્રકારના આહારથી જે મુનિવૃષભે જઠર પૂર્ણ નથી કરતા તેને નમસ્કાર થાઓ. तावत्कुरुते पापं जाठरवह्निन शाम्यते यावत् । धृतिवारिणा शमित्वा तं यतयः पापतो विरताः ॥ ३९८ ॥
જ્યાં સુધી જઠરાનલ શાન્ત થયે નથી ત્યાં સુધી લોકો પા૫ કરે છે, ધૃતિ જલથી તેને શાન્તવન કરી ચતિઓ પાપથી વિરત થાય છે.