________________
પર
- ઉદરેશ્વર-ઉદરશાજથી પીડિત મનુષ્ય ઉત્તમ કુળમાં જન્મેલ હોય છતાં પણ નીચ લેકની સેવા કરે છે, ફક્ત નીચ ભાષા નથી બોલતે. दासीभूय मनुष्यः परवेश्मसु नीचकर्म विदधाति । चाटुशतानि च कुरुते जठरदरीपूरणाकुलितः ॥३९१ ॥
જઠર દરી (ગુફા) પૂરણ કરવાને આકુલ નર દાસ બનીને બીજાને ઘેર નીચ કર્મ કરે છે અને સેંકડો વખત ખુશામત કરે છે. क्रोणाति खलति याचति गणयति रचयति विचित्रशिल्पानि । जठरपिठरीं न शक्तः पूरयितुं मतशुभस्तदपि ॥३९२॥
ગત શુભ (શુભ કલ્યાણ જેનું નાશ પામ્યું છે તે) મનુષ્ય ખરીદે છે, એકઠું કરે છે, યાચે છે, ગણે છે, નવાઈ ઉપજાવે તેવી કલાઓની રચના કરે છે, છતાં પણ જઠર પિઠરી ભરવાને તે શકતીમાન થતું નથી.. प्रविशति वारिधिमध्यं संग्रामभुवं च गाहते विषमं । लकति सकलधरित्रीमुदरग्रहपीडितः प्राणी ॥ ३९३ ॥
ઉદર ગ્રહ પીડિત પ્રાણી સમુદ્રમાં પ્રવેશ કરે છે, વિષમ સંગ્રામ ભૂમિમાં ઝંપલાવે છે, અને આખી પૃથ્વીને પગતળે કચી નાંખે છે. कर्माणि यानि लोके दुःखनिमित्तानि लज्जनीयानि । सर्वाणि तानि कुरुते जठरनरेन्द्रस्य वशमितो जन्तुः ॥३९४॥